વડનગરમાં દિવાળી જેવો માહોલ, ભાજપે શરૂ કર્યું ‘સેવા સંકલ્પ અભિયાન’

આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૬ મો જન્મ દિવસ છે. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ મૂળચંદ મોદી અને માતાનું નામ હીરાબેન મોદી છે. બાળપણમાં તેઓ પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે રેલવે સ્ટેશન પર ચા વેચવાના કામમાં પિતાને સાથ આપતા હતા. નાની ઉંમરથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાઈ ગયા હતા અને દેશસેવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીધું હતું. સામાન્ય પરિસ્થિતિઓમાંથી ઉભરીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તેમની સફર લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.

દેશભરમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી
હાલ, દેશ અને દુનિયામાંથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસરે ભાજપ દેશભરમાં કાર્યક્રમ આયોજિત કરશે. જેને મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સાર્વજનિક જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા સાથે પણ જોડવામાં આવ્યો છે. જે હેઠળ આજથી ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવાશે.

જન્મદિવસ પર દેશના અલગ અલગ ભાગોમાં સેવા અને જનભાગીદારીથી જોડાયેલા કાર્યક્રમો યોજાશે. ભાજપે લોકોને ઘરોમાં આશીર્વાદનો દીવો પ્રગટાવવાની અપીલ કરી છે. ગુજરાત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરથી વારાણસી સુધી બાઇક યાત્રા શરૂ થશે. ઉજ્જૈનમાં ૨૫ લાખ દીવડા પ્રગટાવાશે. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા સહિત ૧૦ મુખ્ય જગ્યાઓને લાઇટ્સથી જગમગાવાશે. જમ્મુ કાશ્મીરમાં ૮.૯ લાખ દીવડા પ્રગટાવવાની તૈયારી. ભાવનગરના મહુવામાં દિવ્યાંગોને સાધન સહાય અપાશે. દિલ્હીમાં ૪ મોટા કાર્યક્રમો યોજાશે. કર્તવ્ય પથ પર ૧ લાખ દીવા પ્રગટાવાશે. ત્યાગરાજ સ્ટેડિયમમાં મેગા રક્તદાન શિબિર યોજાશે, ખાટૂ શ્યામ દિલ્હી ધામમાં ૧૦૮ કુંડી યજ્ઞ અને શ્રમિકો માટે શ્રમિક સેવા કેન્દ્રની શરૂઆત કરાશે. અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૧.૨૫ લાખ દિવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડનગરથી વારાણસી સુધીની ભવ્ય કળશ યાત્રા
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે અને જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભાજપ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે. ૧૭ સપ્ટેમ્બરે સવારે ૦૯:૩૦ વાગ્યે વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વારાણસીથી રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકસાથે બે દિશામાં બાઈક યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ બાઈક યાત્રા ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧૧૫૯ ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી બંને તરફથી ૨૫૦-૨૫૦ બાઈક પર ૫૦૦-૫૦૦ યુવાનો (કુલ ૧૦૦૦) ૧૦ અલગ-અલગ જૂથ અને રૂટ દ્વારા જોડાયા બાદ ૭ ઓક્ટોબરે આ યાત્રાનું સમાપન થશે.યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અને જળસંરક્ષણ જેવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે. આ સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ પણ કરાશે.
![]()
રાજકીય કારકીર્દીની શરૂઆત
• આર.એસ.એસ. અને પ્રચારક: યુવાવસ્થામાં તેઓ પૂર્ણટાઈમ આરએસએસ ના પ્રચારક બન્યા અને સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી.
• ભાજપમાં પ્રવેશ: ૧૯૮૦ ના દાયકામાં તેઓ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાયા. પાર્ટીમાં કુશળ સંગઠનકર્તા તરીકે તેમણે ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નરેન્દ્ર મોદી ૨૫ વર્ષમાં ૪ વખત મુખ્યમંત્રી અને ૩ વખત વડાપ્રધાન બન્યા
નરેન્દ્ર મોદી પહેલીવાર ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ૨૦૦૨ માં ભાજપની જીત બાદ ફરી મુખ્યમંત્રી બન્યા. ૨૦૦૭ માં સતત ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ૨૦૧૨ માં તેઓ ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. જ્યારે ૨૬ મે ૨૦૧૪ ના રોજ તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા. ત્યારબાદ ૩૦ મે ૨૦૧૯ ના રોજ સતત બીજી વખત તેઓ વડાપ્રધાન બન્યા. ૯ જૂન ૨૦૨૪ ના રોજ સતત ત્રીજી વખત તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ૭ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કરશે.

૨૦૧૪ થી ૨૦૧૯: પ્રથમ કાર્યકાળ અને મુખ્ય નીતિઓ
૨૦૧૪ ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને સંસદીય બહુમતી તરફ દોરી હતી, જે ૧૯૮૪ પછી કોઈ એક પક્ષ માટે પહેલીવાર હતી. તેમના વહીવટીતંત્રે સીધા વિદેશી રોકાણમાં વધારો કર્યો હતો, જ્યારે આરોગ્યસંભાળ, શિક્ષણ અને સામાજિક કલ્યાણ પરના ખર્ચમાં ઘટાડો કર્યો હતો.

તેમના શાસનકાળ દરમિયાન મોદીએ એક ઉચ્ચ-પ્રોફાઇલ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રજૂ કર્યો, તેમજ પર્યાવરણીય અને શ્રમ કાયદાઓમાં ફેરફારો કર્યા. ૨૦૧૬ માં તેમની નોટબંધીના નિર્ણયે મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ ઉપરાંત, પાકિસ્તાનમાં કથિત આતંકવાદી છાવણીઓ સામે ૨૦૧૯ માં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જે મહત્વપૂર્ણ લક્ષ્યોને નિશાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હોવા છતાં તેમાં મજબૂત રાષ્ટ્રવાદી અપીલ જોવા મળી હતી.

૨૦૧૯ થી ૨૦૨૪: દ્વિતીય કાર્યકાળ અને મહત્વપૂર્ણ નિર્ણયો
૨૦૧૯ માં બીજી મુદત જીત્યા પછી મોદીના વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો. તે જ વર્ષે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) રજૂ કરવામાં આવ્યો, જેના કારણે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા અને ૨૦૨૦ ના દિલ્હી રમખાણોને વેગ મળ્યો, જેમાં હિંસક બનાવો બન્યા હતા.

૨૦૨૪ અને ત્યારપછીનો ત્રીજો કાર્યકાળ
૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સંસદના નીચલા ગૃહ (લોકસભા)માં પોતાની સ્પષ્ટ બહુમતી ગુમાવી દીધી હતી, જેના કારણે તેમણે અન્ય પક્ષોના સહયોગથી ગઠબંધન સરકાર બનાવી હતી. મોદીના આ ત્રીજા કાર્યકાળ દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે પાકિસ્તાન સાથે લશ્કરી સંઘર્ષ થયો હતો, જે અંતે યુદ્ધવિરામ પર પૂર્ણ થયો.

૩૬ દેશોના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદી સન્માનિત
૧. સાઉદી અરેબિયા – ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ
૨. અફઘાનિસ્તાન – સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન
૩. પેલેસ્ટાઇન – ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન
૪. UAE – ઓર્ડર ઓફ જાયદ
૫. રશિયા – ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ
૬. માલદીવ – ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન
૭. બહેરીન – કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં
૮. અમેરિકા – લીજન ઓફ મેરિટ
૯. ભૂતાન – ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો
૧૦. ફિજી – કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી
૧૧. પાપુઆ ન્યૂ ગિની – ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ
૧૨. ઇજિપ્ત – ઓર્ડર ઓફ ધ નાઇલ
૧૩. ફ્રાન્સ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર
૧૪. ગ્રીસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
૧૫. નાઇજીરિયા – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર
૧૬. ડોમિનિકા – ડોમિનિકા અવોર્ડ ઓફ ઓનર
૧૭. ગયાના – ધ ઓર્ડર ઓફ એક્સલન્સ ઓફ ગયાના
૧૮. કુવૈત – ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર
૧૯. બાર્બાડોસ – ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ
૨૦. મોરિશિયસ – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન
૨૧. શ્રીલંકા – શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર
૨૨. સાયપ્રસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III
૨૩. ઘાના – ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના
૨૪. ટ્રિનિદાદ અને ટોબેગો – ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ એન્ડ ટોબેગો
૨૫. રિપબ્લિક ઓફ પાલાઉ – એબાકલ અવોર્ડ
૨૬. બ્રાઝિલ – ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ
૨૭. નામિબિયા – ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિટશિયા મિરાબિલિસ
૨૮. ઓમાન – ઓર્ડર ઓફ ઓમાન
૨૯. ઇથોપિયા – ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિોપિયા
૩૦. ઇઝરાયલ – સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ
૩૧. સ્વીડન – રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર
૩૨. સ્લોવાકિયા – ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ
૩૩. સેશેલ્સ – ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઇઝન
૩૪. ઇન્ડોનેશિયા – સ્ટાર ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા
૩૫. નોર્વે – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ
૩૬ ઉઝબેકિસ્તાન – ઓલિય દારાજાલી દોસ્તલિક
હેપી બર્થ ડે મોદીજી


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
