એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય એથ્લેટ્સનું પ્રદર્શન યથાવત છે

India Athletics Squad for Asian Games 2026 🇮🇳 | Complete List of Athletes  & Events

એશિયન ગેમ્સ ૨૦૨૬: ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું

India bounce back from Iran defeat, sweep Pakistan 3-0 in Asian Games table  tennis - The Economic Times

એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. મેન્સ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં ૩-૦ થી હરાવીને ક્લીન સ્વીપ મેળવી છે. આ પહેલાં ભારતીય મહિલા ટીમે પણ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, ત્યારે પુરુષ ટીમે પણ એ જ સફળતાનું પુનરાવર્તન કરીને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્રભુત્વ સાબિત કર્યું છે.

Asian Games 2026: India men's table tennis team begin Asian Games campaign  with 3-0 win over Indonesia - The Economic Times

ગ્રુપ-એફ હેઠળ રમાયેલા આ મુકાબલામાં ૫ મેચ રમાવાની હતી, પરંતુ ભારતે શરૂઆતની ત્રણેય મેચો જીતીને બાજી પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ મેચમાં ભારતના અનુભવી ખેલાડી હરમીત દેસાઈએ પાકિસ્તાનના મોહમ્મદ ખાન સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. હરમીતે ત્રણેય રાઉન્ડમાં ૧૧-૪, ૧૧-૩ અને ૧૧-૫ થી જીત મેળવીને ભારતને ૧-૦ ની સરસાઈ અપાવી દીધી હતી.

Asian Games 2026: India women open table tennis campaign with 3-0 win over  Indonesia - The Hindu

બીજા મુકાબલામાં જી. સાથિયાન જ્ઞાનશેખરને પાકિસ્તાનના અબ્બાસ ખાન સામે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. સાથિયાને પાકિસ્તાની ખેલાડીને કોઈ તક આપ્યા વિના સીધા ગેમ્સમાં ૧૧-૧, ૧૧-૮ અને ૧૧-૯ થી હરાવી દીધો હતો. આ વિજય સાથે ભારતે મુકાબલામાં ૨-૦ ની મજબૂત લીડ મેળવી લીધી હતી.

Asian Games 2026: Indian women's table tennis team blanks Pakistan, reaches  quarters

ત્રીજી મેચમાં ભારતના યુવા ખેલાડી પાયસ જૈને મોહમ્મદ ખાનને સીધા સેટમાં ૧૧-૪, ૧૧-૩ અને ૧૧-૫ થી પરાજિત કર્યો હતો. પાયસે સમગ્ર મેચ દરમિયાન ઉત્તમ સંયમ દાખવીને ભારતની ૩-૦ થી શાનદાર અને એકતરફી જીત પાકી કરી હતી. આ ત્રણેય મેચો ભારતીય ખેલાડીઓએ ૩-૦ થી પોતાના નામે કરી હતી.

હરીફાઈથી ભરેલા આ મુકાબલામાં બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ ખેલદિલી પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ પાયસ જૈન અને પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ નેટ પાસે એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું. આ અગાઉ ભારતીય મહિલા ટીમે પણ પોતાની જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉષ્માભેર હાથ મેળવીને ખેલદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *