સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર

મધ્યપૂર્વના દેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી એક શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) ને ભારત માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ ‘એમ ડડબ્લ્યુ ૨૮’ નામના કૂવામાં આ શોધ થઈ હતી, જ્યાંથી છેલ્લા ત્રણ દિવસથી સતત સારા દબાણ અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે.

Image

ભારત માટે આ શોધ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે આનાથી દેશના વિદેશી તેલ અને ગેસ આયાત બિલમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, આ કૂવામાં કુલ કેટલો ગેસ છે અને તેનું વ્યાવસાયિક ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે તે અંગેની વધુ માહિતી અને આંકડા તપાસ બાદ જાહેર કરવામાં આવશે.

#ONGC has struck Gas in the Mahanadi Basin off #Odisha coast.

આ કૂવાનું ખોદકામ ૨૫ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે જુલાઈમાં ૮૪૦૮૪ કરોડ રૂપિયાના બજેટ સાથે ૨૦૩૦-૩૧ સુધી ચાલનારા ‘સમુદ્ર મંથન’ અભિયાનને મંજૂરી આપી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના અણછૂયેલા ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવાનો છે. આ કૂવો (એમ ડડબ્લ્યુ ૨૮) મહાનદી બેસિનમાં ખોદવામાં આવનારા ચાર મુખ્ય કૂવાઓમાંથી પ્રથમ છે.

Image

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારત નિર્ભરતા તરફનું એક મોટું કદમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે અગાઉ ૨૦૨૪ માં આ જ વિસ્તારમાં થયેલી ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ ગેસની શોધો સાથે મળીને હવે એકીકૃત સુવિધાઓ દ્વારા ગેસનું ઉત્પાદન ઝડપી અને ઓછા ખર્ચે શક્ય બનશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *