વિરાટ કોહલીની જાહેરાતથી ચાહકો સ્તબ્ધ

Virat Kohli Plans 2027 ODI WC | RCB IPL Title Win

વિરાટ કોહલી: ‘૨૦૨૭ નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે’

Virat Kohli Gif

વિરાટ કોહલીના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કોહલીએ પોતે જ જાહેરાત કરી દીધી છે કે ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ તેમની છેલ્લી વિશ્વ કપ ટૂર્નામેન્ટ હશે. વિરાટ ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યા હતા, તેમનું કહેવું છે કે ૨૦૨૭ માં પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં તેઓ લોહી-પરસેવો એક કરી દેશે. આગામી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં રમાશે. મોટાભાગના મુકાબલા દક્ષિણ આફ્રિકામાં રમાશે, જ્યાં વિરાટની વનડે માં સરેરાશ ૭૬.૩૮ ની છે.

Virat Kohli confirms 2027 World Cup will be his last: 'Goal is…' - SportsTak

૨૦૨૭ વનડે વર્લ્ડ કપનું આયોજન ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી કરવામાં આવશે. આ વખતે વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ બદલાવ આવ્યો છે, કારણ કે આ વખતે ૧૪ ટીમો ટ્રોફી માટે દાવેદારી રજૂ કરશે. પહેલા રેન્કિંગમાં સૌથી નીચેની ત્રણ ટીમો વચ્ચે સુપર-૩ સીરિઝ રમાશે, પછી ૧૨ ટીમો વચ્ચે સુપર-૭ સ્ટેજ માટે ટક્કર થશે.

Image

આ દિગ્ગજ બેટ્સમેન માટે આ કુલ પાંચમો વનડે વર્લ્ડ કપ હશે. કોહલીએ પોતાના કરિયરમાં 2 વર્લ્ડ કપ ફાઇનલ રમી છે, ૨૦૧૧ અને ૨૦૨૩ અને તે બંને ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાઈ હતી. ૨૦૧૧ વર્લ્ડ કપની ફાઇનલમાં કોહલીએ શ્રીલંકા સામે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમયે ૩૫ રનની અમૂલ્ય ઇનિંગ રમી હતી. ત્યાં જ ૨૦૨૩ વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટે ૫૪ રન બનાવ્યા, પરંતુ ભારતીય ટીમ તે ફાઇનલ ઓસ્ટ્રેલિયાના હાથે ૬ વિકેટથી હારી ગઈ હતી.

Virat Kohli Animated Wallpaper

કોહલીએ આ અંગે વાત કરતાં કહ્યું કે ૫૦-ઓવર ફોર્મેટ પોતાની રીતે એક અલગ જ પડકાર રજૂ કરે છે. આ એક જ દિવસમાં અઢી ટી-૨૦ મેચ રમવા સમાન હોય છે અને આખી ટૂર્નામેન્ટમાં આવા જ ૧૦  મુકાબલા રમવા ખરેખર પડકારજનક હશે.

Virat Kohli Animated Wallpaper

વિરાટ કોહલી, વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમણે અત્યાર સુધી ૩૭ ઇનિંગ્સમાં ૧૭૯૫ રન બનાવ્યા છે, જેમાં તેમના બેટથી ૫ સદી અને ૧૨ ફિફ્ટી નીકળી છે. ૨૦૨૭ ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલી માત્ર ૨૦૫ રન વધુ બનાવી લે છે, તો વર્લ્ડ કપમાં ૨૦૦૦ રન પૂરા કરનાર માત્ર બીજા બેટ્સમેન બની જશે. તેમના પહેલા માત્ર સચિન તેંડુલકર જ આવું કરી શક્યા છે, જેમણે ૪૪ ઇનિંગ્સમાં ૨૨૭૮ રન બનાવ્યા હતા.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *