કુતરા, બિલાડી જેવા પ્રાણીઓને થોડા સમય માટે સાથે રાખી પછી રસ્તા પર છોડીને જતા પહેલા લોકો માટે આ રાજ્યમાં નિયમ કડક કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર અહીં કોઈપણ માલિક પોતાના પાલતૂ પ્રાણીને રસ્તા પર મુકી દેશે તો તેને ૨૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવશે.
)
એવા ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને અમુક સમય પછી રસ્તા પર છોડી અને જતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ અટકે અને લોકો પોતાના પાલતુ કુતરા અને બિલાડીને રસ્તા પર ન છોડી દે તે માટે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ નવો નિયમ લાગુ કર્યો છે. અને અંતર્ગત રસ્તા પર પાલતુ પ્રાણીઓને છોડી દેવા પર માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પાલતુ પ્રાણી રસ્તા પર મળશે તો તેના માલિકની ઓળખ માઇક્રોચીપ વડે કરવામાં આવશે.
ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ આ નિયમ એવા સમયે લીધો છે જ્યારે નગર નિગમને એવી ફરિયાદો વધારે પ્રમાણમાં મળવા લાગી છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને થોડા સમય પછી રસ્તા પર મૂકીને જતા રહે છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે ઘરમાં પેટ ડોગ કે કેટ લાવે થોડો સમય રાખે અને પછી જ્યારે તેને સાચવી શકાય તેવી સ્થિતિ ન હોય એટલે તેને રસ્તા પર છોડીને જતા રહે. આવી ઘટનાઓ અટકે તે માટે દંડની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર


