૦૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સાથે સાથે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના સુવિચારો આજના સમયમાં પણ વ્યક્તિને માર્ગદર્શન આપે છે.જે વ્યક્તિને સત્ય, અહિંસા, સંયમ અને પરિશ્રમના મહત્વ સમજાવે છે.

ગાંધીજયંતિ એટલે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ. ૦૨ ઓક્ટોબર, ૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસા, સત્યાગ્રહ આંદોલનથી ભારતને બ્રિટિશ ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. આથી ગાંધીજી જંયતિને ભારતમાં રાષ્ટ્રીય તહેવારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અહીં ગાંધીજીના સુવિચારો અને બોધપાઠ આપ્યા છે, જે આજના આધુનિક સમયમાં પણ વ્યક્તિને માર્ગદર્શન આપે છે. અહીં ગાંધીજી જયંતિના સુવિચારો શુભેચ્છા સંદેશ તરીકે આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલીને જીવનમાં સત્ય, અહિંસા, સંયમ અને પરિશ્રમનું મહત્વ સમજાવી શકાય છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
