એશિયા કપ ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલ રમાશે. આ સાથે જ એક નવો ઇતિહાસ સર્જાશે.

એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલ રમાશે. આ સાથે જ એક નવો ઇતિહાસ સર્જાશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. ટી ૨૦ ફોર્મેટ હોય કે વનડે ફોર્મેટ હોય ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં ક્યારેય એકબીજા સામે ટકરાયા નથી.

એશિયા કપની શરૂઆત ૧૯૮૪ માં થઇ હતી
એશિયા કપની આ ૧૭ મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત ૧૯૮૪ માં થઇ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જેમાં ભારત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ ટૂર્નામેન્ટ વનડે અને ટી-૨૦ બંને ફોર્મેટમાં રમાય છે, જે વર્લ્ડ કપના ફોર્મેટ સાથે સુસંગત છે.
એશિયા કપમાં ભારત સૌથી વધારે ૮ વખત ચેમ્પિયન બન્યું
એશિયા કપમાં ભારત સૌથી વધારે વખત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં ૭ વખત અને ટી-૨૦ ફોર્મેટમાં એક વાર આ ટ્રોફી જીતી છે. એટલે કે કુલ ૮ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે શ્રીલંકાએ વન-ડેમાં ૫ વખત અને ટી-૨૦ ફોર્મેટમાં એક વાર આ ટાઇટલ જીત્યું છે. એટલે કે તે ૬ વખત ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાન ૨ વખત ચેમ્પિયન બન્યું છે.
/odishatv/media/post_attachments/uploadimage/library/16_9/16_9_0/recent_photo_1740315241.jpg)
| વર્ષ | વિજેતા | રનર્સ અપ | હોસ્ટ |
| ૧૯૮૪ | ભારત | શ્રીલંકા | યુએઈ |
| ૧૯૮૬ | શ્રીલંકા | પાકિસ્તાન | શ્રીલંકા |
| ૧૯૮૮ | ભારત | શ્રીલંકા | બાંગ્લાદેશ |
| ૧૯૯૦-૯૧ | ભારત | શ્રીલંકા | બાંગ્લાદેશ |
| ૧૯૯૫ | ભારત | શ્રીલંકા | યુએઈ |
| ૧૯૯૭ | શ્રીલંકા | ભારત | શ્રીલંકા |
| ૨૦૦૦ | પાકિસ્તાન | શ્રીલંકા | બાંગ્લાદેશ |
| ૨૦૦૪ | શ્રીલંકા | ભારત | શ્રીલંકા |
| ૨૦૦૮ | શ્રીલંકા | ભારત | પાકિસ્તાન |
| ૨૦૧૦ | ભારત | શ્રીલંકા | શ્રીલંકા |
| ૨૦૧૨ | પાકિસ્તાન | બાંગ્લાદેશ | બાંગ્લાદેશ |
| ૨૦૧૪ | શ્રીલંકા | પાકિસ્તાન | બાંગ્લાદેશ |
| ૨૦૧૬ | ભારત | બાંગ્લાદેશ | બાંગ્લાદેશ |
| ૨૦૧૮ | ભારત | બાંગ્લાદેશ | યુએઈ |
| ૨૦૨૨ | શ્રીલંકા | પાકિસ્તાન | યુએઈ |
| ૨૦૨૩ | ભારત | શ્રીલંકા | પાકિસ્તાન/શ્રીલંકા |
| ૨૦૨૫ | – | – | યુએઈ |


