દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ૪ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકો મુંજાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

૩૦ સપ્ટેમ્બરની આગાહી
ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
૧ ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ.

આગામી ૨ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

