એશિયા કપ ૨૦૨૫ ની ફાઈનલ પછી ટ્રોફી સોંપણીને લઈને મોટો વિવાદ થયો હતો. હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીએ ટીમ ઈન્ડિયાને મેડલ અને ટ્રોફી આપવા માટે સંમતિ આપી છે, પરંતુ તેમણે તેના માટે એક શરત મૂકી છે. નકવી ઈચ્છે છે કે આ માટે ખાસ ઔપચારિક સમારંભ યોજવામાં આવે.
)
રવિવારે ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશલ સ્ટેડિયમ ખાતેએશિયા કપ ૨૦૨૫ ફાઇનલ ભારત vs પાકિસ્તાન મેચ રમાઈ હતી. ભારતે પાકિસ્તાનને હરાવીને ૯ મી વાર એશિયા કપ જીત્યો હતો પરંતુ મેચ બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તે સમયે નકવી સ્ટેજ પર હાજર રહ્યા છતાં ખેલાડીઓએ તેમની પાસેથી ટ્રોફી લીધી નહોતી. ત્યારબાદ નકવી ટ્રોફી લઈને હોટલમાં પરત ફર્યા અને ટીમ ઈન્ડિયાએ ટ્રોફી અને મેડલ વિના જ ઉજવણી કરી હતી. (એસીસી) એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીએ કથિત રીતે એશિયા કપ વિજેતા ટીમના મેડલ અને ટ્રોફી ભારતીય ટીમને સોંપવા માટે રાજી થઈ ગયા છે. જોકે તેના માટે તેમણે એક શરત રાખી છે. નકવી ઈચ્છે છે કે તેના માટે એક ઔપચારિક સમારંભ આયોજિત કરવામાં આવે.
.jpg)
ભારતે પાકિસ્તાનને હરાવીને ૯ મી વાર એશિયા કપ જીત્યો હતો, પરંતુ ફાઈનલ બાદ થયેલા ટ્રોફી સોંપણી સમારંભે વિવાદ ઊભો કર્યો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો. પુરસ્કાર સમારંભ દરમિયાન નકવી મેદાનમાં સ્ટેજ પર ઊભા રહ્યા હતા, છતાં ખેલાડીઓએ તેમના હાથે ટ્રોફી લેવાની ના પાડી દીધી. ત્યાર બાદ નકવી પોતાની જિદ પર અડગ રહીને ટ્રોફી લઈને હોટેલ પરત ફરી ગયા, જ્યારે ભારતીય ટીમે ટ્રોફી અને મેડલ વિના જ ઉજવણી કરી.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર મોહસિન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રોફી અને મેડલ તે જ સોંપશે અને તેના માટે તેઓ ઔપચારિક સમારંભની માગણી કરી રહ્યા છે. જોકે આયોજકો દ્વારા આવો સમારંભ યોજાવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, જેના કારણે બંને પક્ષો વચ્ચેનો તણાવ યથાવત રહ્યો છે. નકવી માત્ર એસીસી ના પ્રમુખ જ નહીં, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના એક પ્રભાવશાળી રાજકીય નેતા પણ છે. તેથી, દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી ફાઈનલ બાદ તેમણે ભારત સામે કોઈ નરમાઈ દાખવી નહોતી.


