નવરાત્રીના નોંરતા વચ્ચે ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામં વરસાદ

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Yellow alert issued in 6 Gujarat districts today; Heavy rain on first day  of Navratri, organisers worry over Garba celebrations - Gujarat News |  Bhaskar English

ગુજરાતમાં નવરાત્રી પુરી થવાના આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. આવતી કાલે બુધવારે નવરાત્રીનું છેલ્લું નોરતું છે. જોકે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો.

Rain claims a life in Gujarat; organisers stare at heavy loss as garba  night washed out | Ahmedabad News - The Indian Express

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આપેલા વરસાદના આંકડા પ્રમાણે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં ૪.૦૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Heavy rainfall alert issued across Gujarat for coming days; Orange alert in  7 and yellow alert in 11 districts; authorities warn of diruption to garba  events - Gujarat News | Bhaskar English

રાજ્યના ૧૦ તાલુકામાં ૧ થી ૪ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી ૧૩૦ તાલુકા પૈકી ૧૦ તાલુકા એવા છે જેમાં ૧ ઈંચથી લઈને ૪ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ ૧૦ તાલુકામાં જૂનાગઢ, ગીર સોમનાથ,દેવભૂમી દ્વારકા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. નીચે કોષ્ટકમાં માહિતી આપેલી છે.

Weather Department warns of heavy rainfall in Gujarat until October 2.  Citizens advised to stay cautious amid Navratri celebrations, especially in  South Gujarat. - Gujarat News | Bhaskar English

જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં)
જૂનાગઢ માંગરોળ ૪.૦૯
ગીર સોમનાથ તાલાલા ૨.૧૭
જૂનાગઢ કેશોદ ૨.૧૩
જૂનાગઢ માળિયા હાટીના ૨.૧૩
ગીર સોમનાથ ઉના ૨.૦૧
ગીર સોમનાથ વેરાવળ ૧.૫
ગીર સોમનાથ સુત્રાપાડા ૧.૩૮
દેવભૂમી દ્વારકા દ્વારકા ૧.૧
સાબરકાંઠા ખેડબ્રહ્મા ૧.૧
ગીર સોમનાથ કોડિનાર ૧.૦૬

Heavy rainfall predicted in Ahmedabad & 20 other districts: Weeklong  showers expected statewide Mahuva Junagadh record intense rainfall -  Gujarat News | Bhaskar English

ગુજરાતના ૪૧ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૪૧ તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં ૧-૨ એમએમ વરસાદ નોંધાયો હતો.

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

ગુજરાતના ૭ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે મંગળવાર માટે ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *