ટ્રેડ વોર સમાપ્ત કે પછી તણાવ હજુ વધશે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બેઠક કરશે. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ ટેરિફ યુદ્ધની વચ્ચે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં નક્કી થશે કે આ બે મહાશક્તિઓમાં કોણ નમતું જોખે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન અમેરિકાને પછાડી સૌથી શક્તિશાળી દેશ બનવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. 

US China Trade Deal; India Vs Donald Trump Xi Jinping Meeting Explained |  Bhaskar English

આ બેઠક પર દુનિયાભરના દેશોની નજર છે ત્યારે ટ્રમ્પ અને જિનપિંગ રેર અર્થ એટલે કે દુર્લભ ખનીજો અંગે ચર્ચા કરી શકે છે. હાલ ખનીજો પર ચીનનું વર્ચસ્વ, દુનિયાના ૭૦ % દુર્લભ ખનીજ ચીન પાસે છે. જાપાનના ૬૦ % દુર્લભ ખનીજ ચીનથી આયાત કરવામાં આવે છે જ્યારે અમેરિકા ૭૦. સ્માર્ટફોન સહિતના ઉપકરણો બનાવવામાં આ ખનીજનો ઉપયોગ કરવામાં આવે છે. 

US–China Trade War; Donald Trump Xi Jinping | Rare Earth Metal | Bhaskar  English

છેલ્લા ઘણા સમયથી ટ્રેડ ડીલને લઈને પણ અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં આજની બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અમુક શરતો મૂકી ટેરિફ ઓછો કરવાની ઓફર આપી શકે છે. 

US President-elect Trump invites China’s Xi Jinping to his inauguration

ચીન અમેરિકા પાસેથી સોયાબીન ખરીદે 

અમેરિકાને સારા પ્રમાણમાં દુર્લભ ખનીજ આપવા 

trump xi call: Donald Trump, Xi Jinping hold call: Did the Chinese President  get the better of the American President on tariffs? - The Economic Times

બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું છે કે, મને લાગે છે કે ચીન સાથે શાનદાર ડીલ થશે જે દુનિયા માટે ઉપયોગી રહેશે. નોંધનીય છે કે ચીને દુર્લભ ખનીજોની નિકાસ પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. જે બાદ અમેરિકાએ ચીની સામાન પર વધારાના ૧૦૦ % ટેરિફની જાહેરાત કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *