આઈપીએલ ૨૦૨૬: સીએસકે એ ધોની સહિત આ ખેલાડીઓને કર્યા રીટેઈન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૬ પહેલા મીની-પ્લેયરની હરાજી થશે. આ હરાજી ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ પહેલા તમામ ૧૦ ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરવાની હતી, જેની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર હતી. ખેલાડીઓની રીટેન્શન યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

LIVE: CSKએ ધોની સહિત આ ખેલાડીઓને કર્યા રીટેઈન, આંદ્રે રસેલને રિલીઝ કરાયો 1 - image

૧. ચેન્નાઈ સુપર કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

Csk GIFs | Tenor

ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ ૧૧ ખેલાડીઓને રિલીઝ કર્યા. જેમાં ચાર વિદેશી ખેલાડીઓ રચિન રવિન્દ્ર, ડેવોન કોન્વે, મથીશા પથિરાના અને સેમ કરન (રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ) નો સમાવેશ થાય છે. વંશ બેદી, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, શેખ રશીદ, સી આન્દ્રે સિદ્ધાર્થ, કમલેશ નાગરકોટી અને વિજય શંકરને પણ બહાર કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ડેવાલ્ડ બ્રેવિસ ટીમમાં યથાવત્ રહ્યા છે. ગુરજપનીત સિંહ પણ ટીમનો ભાગ છે.

૨. કોલકાતા નાઈટ રાઇડર્સેના રિલીઝ થયેલા ખેલાડીઓ

Kolkata Knight Riders - Wikipedia

કોલકાતા નાઈટ રાઇડર્સે વેંકટેશ ઐયર (૨૩.૭૫ કરોડ રૂપિયા), આન્દ્રે રસેલ (૧૨ કરોડ રૂપિયા), ક્વિન્ટન ડી કોક (૩.૨ કરોડ રૂપિયા), મોઈન અલી (૨ કરોડ રૂપિયા) અને એનરિક નોર્કિયા (૬.૫ કરોડ રૂપિયા) જેવા સ્ટાર્સને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

૩. મુંબઈ ઈન્ડિયન્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

Cricket World Cup India GIF by Mumbai Indians - Find & Share on GIPHY

મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિદેશી ખેલાડી લિઝાદ વિલિયમ્સ, મુઝીબ ઉર રહેમાન, બેવોન જેકબ્સ અને રીસ ટોપ્લીને બહાર કર્યા છે. ડાબોડી સ્પિનર ​​વિઘ્નેશ પુથુર અને ઝડપી બોલર વી સત્યનારાયણ રાજુ પણ હવે ટીમનો ભાગ નથી. મુંબઈએ અર્જુન તેંડુલકરને એલએસજી ને ટ્રેડ કરી દીધો હતો.

૪. રાજસ્થાન રોયલ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

Fichier:Rajasthan royals logo 2.jpg — Wikipédia

રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા ૧૬.૦૫ કરોડ રૂપિયા પર્સમાં નાખ્યા. રવિન્દ્ર જાડેજાના આગમનથી કેપ્ટનશીપની રેસ રસપ્રદ બની છે. રોયલ્સે વિદેશી સ્ટાર ફઝલહક ફારૂકી, વાનિન્દુ હસારંગા અને મહીષ તીક્ષ્ણાને રિલીઝ કર્યા છે. ભારતીયોમાં આકાશ મધવાલ, અશોક શર્મા, કુણાલ રાઠોડ અને કુમાર કાર્તિકેયને પણ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે.

૫. પંજાબના રિલીઝ થયેલા ખેલાડીઓ

Punjab Kings Logo and symbol, meaning, history, PNG, brand

પંજાબ કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓમાં જોશ ઇંગ્લિસ, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન અને પ્રવીણ દુબે સામેલ છે.

૬. આરસીબીના રિલીઝ થયેલા ખેલાડીઓ

WPL 2024 x RCB GIFs on GIPHY - Be Animated

આરસીબીના રિલીઝ થયેલા ખેલાડીઓમાં સ્વાસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સેફર્ટ, લિયામ લિવિંગસ્ટોન, મનોજ ભંડાગે, લુંગી નગિદી, બ્લેસિંગ મુઝરબાની અને મોહિત રાઠી સામેલ છે.

૭. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ

Sun Risers Hyderabad Orangearmy Sticker - Sun Risers Hyderabad Orangearmy  Hyderabad - Discover & Share GIFs

એસઆરએચ ના રિલીઝ થયેલા ખેલાડીઓમાં અભિનવ મનોહર, અથર્વ તાઈડે, સચિન બેબી, મોહમ્મદ શમી, વિઆન મુલ્ડર, સિમરજીત સિંહ, રાહુલ ચહર અને એડમ ઝમ્પા સામેલ છે.

આઈપીએલ રીટેન્શન પહેલા થયેલી ટ્રેડ ડીલ

IPL 2026 Retention List: संजू सैमसन का हुआ तबादला, रविंद्र जडेजा और नितीश  राणा की भी बदली टीम, देखिए IPL 2026 की रिटेंशन लिस्ट - Punjab Kesari

આઈપીએલ રીટેન્શન પહેલા ટ્રેડ ડીલ પણ જોવા મળી છે. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સને ₹ ૧૮ કરોડમાં ટ્રેડ કર્યો. બદલામાં રવિન્દ્ર જાડેજા (₹ ૧૪ કરોડ) અને સેમ કરન (₹ ૨.૪ કરોડ) રાજસ્થાન રોયલ્સ ગયો. લખનઉ સુપર જાયન્ટ્સે શાર્દુલ ઠાકુરને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ₹ ૨ કરોડમાં ટ્રેડ કર્યો.

IPL 2026 Auction: आईपीएल नीलामी की तारीख और जगह तय, भारत में नहीं होगा  ऑक्शन - ipl 2026 mini auction to be held in abu dhabi on 15 and 16 december

શેરફેન રધરફોર્ડ (₹.૨.૬ કરોડ) ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ થયો. અર્જુન તેંડુલકર અને મોહમ્મદ શમીએ પણ ટીમ બદલી છે. અર્જુન (₹. ૩૦ લાખ) મુંબઈ ઇન્ડિયન્સથી અને શમી (₹ ૧૦ કરોડ) સનરાઇઝર્સ હૈદરાબાદથી લખનઉ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ થયા. મયંક માર્કંડે (રૂ.૩૦ લાખ) કોલકાતા નાઈટ રાઈડર્સથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ થયો. નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સથી દિલ્હી કેપિટલ્સમાં રૂ. ૪.૨ કરોડમાં ટ્રેડ કર્યો. ડોનોવન ફરેરાને દિલ્હી કેપિટલ્સથી રાજસ્થાન રોયલ્સમાં રૂ. ૧ કરોડમાં ટ્રેડ કર્યો.

Inside the IPL 2026 calendar: Cut off date for retentions and releases,  tentative mini-auction window revealed | Cricket

રીટેન્શન પછી તમામ ટીમોના બાકી પર્સ:

૧. દિલ્હી કેપિટલ્સ

૨. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

૩. પંજાબ કિંગ્સ

૪. લખનઉ સુપર જાયન્ટ્સ

૫. ગુજરાત ટાઇટન્સ

૬. ચેન્નાઈ સુપર કિંગ્સ

૭. કોલકાતા નાઈટ રાઈડર્સ

૮. સનરાઇઝર્સ હૈદરાબાદ

૯. મુંબઈ ઇન્ડિયન્સ

૧૦. રાજસ્થાન રોયલ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *