રાજકોટમાં શખ્સ ૨.૩૦ કરોડની મોંઘી કાર બળદગાડાં સાથે બાંધીને શોરુમ લઈ ગયો

ઘટનાની વિગતે વાત કરીએતો માલિકે દોઢ વર્ષ પહેલા ૨ કરોડ ૩૦ લાખની રેન્જ રોવર કાર ખરીદી હતી, પરંતુ કારમાં સમસ્યાઓ આવવા છતાં શો રૂમમાં જરૂરી સર્વિસ ન મળી.

રાજકોટમાં મોંઘી કારની સર્વિસ ન મળતા કાર માલિક દ્વારા અનોખી રીતે વિરોધ કરવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, રેન્જ રોવર કારના માલિકે પોતાની કારમાં ફોલ્ટ લઇને અનેકવાર શોરૂમમાં જાણ કરી હતી.. છતા કંપની તરફથી કોઈ કાર્યવાહી ન થવાને કારણે તેમણે અનોખો વિરોધ કર્યો.

ઘટનાની વિગતે વાત કરીએતો માલિકે દોઢ વર્ષ પહેલા ૨ કરોડ ૩૦ લાખની રેન્જ રોવર કાર ખરીદી હતી, પરંતુ કારમાં સમસ્યાઓ આવવા છતાં શો રૂમમાં જરૂરી સર્વિસ ન મળી. આ પરિસ્થિતિમાં, તેમણે પોતાની કારને બળદના ગાડા પર બાંધીને શો રૂમ સુધી લાવવાની અનોખી વિરોધની રીત અપનાવી..

માલિકે કંપની પાસે કારમાં રહેલા ફોલ્ટ અંગે લેખિતમાં બાંહેધરી આપવાની માંગ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, અનેક વખત રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું સમાધાન ન થતાં તેમણે આ પ્રકારનો વિરોધ કર્યો.આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને મોંઘી કારની સર્વિસ અંગે ગ્રાહકો અને શો રૂમ વચ્ચેના સંબંધો પર પણ નવાં પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *