બિહાર ચૂંટણીના પરિણામને લઈને રાહુલ ગાંધીએ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપી

બિહાર ચૂંટણીના પરિણામને લઈને કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સૌપ્રથમવખત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પરિણામ આશ્ચર્યજનક છે. બધાની કલ્પના બહારના પરિણામ છે. જો કે આ ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી. 

Bihar Election Results: No takers for Rahul Gandhi's 'vote chori' pitch as  Congress sinks bellow 2020 tally | Bihar News – India TV

તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એનડીએને ૨૪૩માંથી ૨૦૦ કરતાં વધુ બેઠકો મળી અને ઇન્ડિયા જોડાણને માંડ-માંડ ૩૫ બેઠક મળી તે વાત કલ્પવી અત્યંત અઘરી છે. જો કે અમારી સૌથી મોટી લડાઈ બંધારણ અને લોકશાહીને બચાવવાની છે.

Rahul Gandhi calls Bihar loss 'surprising', alleges election not fair |  Northeast Herald

જો કે આશ્ચર્યજનક વખતે આખી બિહારની ચૂંટણીમાં વોટચોરીનો મુદ્દો ઉઠાવનારા રાહુલ ગાંધીએ પરિણામપછી તેનો ઉલ્લેખ સુદ્ધા કર્યા ન હતો. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બિહારના જે મતદારોએ ઇન્ડિયા જોડાણમાં વિશ્વાસ દર્શાવ્યો છે તેમનો હું આભાર માનું છું. બિહારની ચૂંટણીના આવેલા પરિણામ ખરેખર ચોંકાવનારા છે. બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા જોડાણ પરિણામની સમીક્ષા કરશે અને વધુ અસરકારક રીતે લોકશાહીને બચાવવાના પ્રયત્નો કરશે, એમ તેમણે જણાવ્યું હતું. 

'Facts are completely being ignored': ECI on Rahul Gandhi's 'Maharashtra  polls 2024 were rigged' claim | Mint

કોંગ્રેસ ૨૦૨૦માં ઇન્ડિયા જોડાણમાં ૭૦ બેઠક પર લડી હતી અને ૧૯ બેઠક પર જીતી હતી. આ વખતે ૬૧ બેઠક પર લડી હતી અને છ બેઠક પર જીતી છે. બિહારમાં તેનો ૧૯૮૦ પછીને સૌથી ખરાબ દેખાવ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીને નિવેદનને સમર્થન આપ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *