બિહારમાં એનડીએ ને મળેલા પ્રચંડ જનાદેશ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું.

તેમણે “છઠી મૈયા” ના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને વિજય માટે પક્ષના કાર્યકરો અને સમર્થકોને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકસિત અને સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે અને તમામ રેકોર્ડ તોડીને એનડીએ ને પ્રચંડ વિજય અપાવ્યો છે.તેમણે કહ્યું કે એનડીએ ના લોકો લોકોના સેવક છે અને લોકોએ ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ એનડીએ સરકારને લાયક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બિહારે ૨૦૧૦ પછી એનડીએ ને તેનો સૌથી મોટો જનાદેશ આપ્યો છે. તેમણે બિહારના લોકોને નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.અંતમાં, તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ફક્ત એનડીએ નો વિજય નથી, પરંતુ લોકશાહીનો પણ વિજય છે.પ્રધાનમંત્રી મોદીએ એનડીએ પક્ષો વતી બિહારના મહાન લોકો પ્રત્યે આદરપૂર્વક નમન કર્યું હતું.
