૨૦ નવેમ્બર ગુરુવાર (બાળ અધિકાર દિન)

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં બાળ અધિકાર દિનના દિવસે (CRY-NYAAY) સાયબર સેફટી અવરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સરખેજ કેળવણી મંડળ, શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકને સુરક્ષા, શિક્ષણ અને વિકાસ માટેનું સલામત પર્યાવરણ મળે તેનું પૂરતું ધ્યાન રાખે છે. આજના વિદ્યાર્થીઓને ડિજિટલ વિશ્વમાં વધતા જોખમો વિશે માહિતગાર કર્યા અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુવા પેઢી ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવે છે, જેના કારણે તેઓ વ્યક્તિગત માહિતી નો દુરુપયોગ, ઓનલાઇન ઠગાઈ અને અસુરક્ષિત ડિજિટલ ક્રિયા પ્રતિક્રિયા જેવા મુદ્દાઓનો વધુ સામનો કરે છે માટે આ જાગૃતિ સેશન દ્વારા વિદ્યાર્થીઓને આવા જોખમો ની સમજ મળે અને પોતાને સુરક્ષિત રાખવા માટેના સરળ અને વ્યવહારુ ઉપાયો શીખવવામાં આવ્યા. આ સેશનમાં સરળ સમજણ, વાસ્તવિક જીવનના ઉદાહરણો અને દ્વિદિશ સંવાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, પોતાના અનુભવો શેર કરવા અને ઓનલાઇન સુરક્ષા માટે જરૂરી પ્રતિબંધાત્મક પગલા શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તમામ માહિતી શાળાના આચાર્યશ્રી વેદાંગ કુમાર એસ. રાજ્યગુરુની હાજરીમાં CRY-NYAAY ના બંને બહેનો નિરજરી મહેતા અને
સ્તુતિ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
