અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં ૫ દિવસ બંધ

અમદાવાદના ૫૨ વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ રહેશે.

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે 2 - image

એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે ૪ ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો એએમસી એ નિર્ણય લીધો છે. 

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે 3 - image

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે 4 - image

એએમસી ના જણાવ્યા અનુસાર, અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાથી તંત્ર દ્વારા ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજ પર ક્ષતિ માલુમ પડતાં તંત્રએ સેફ્ટીના ભાગરૂપે ૪ ડિસેમ્બર, ૨૦૨૫ થી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે.

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે 5 - image

સુભાષ બ્રિજ એકાએક બંધ કરવાથી સ્થળ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અવર-જવર કરતાં હોય છે, ત્યારે બ્રિજ બંધ થવાથી પરિવહન કરતાં લોકોને હાલાકી પડશે. તંત્રએ વૈકલ્પિક રૂટ માટે દધીચિ બ્રિજ સહિતના રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *