અમદાવાદ ઈસ્કોન તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરી સુનાવણી થશે. આજે ફરી મુખ્ય સાક્ષીને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસની આજે ફરી મહત્વપૂર્ણ સુનાવણી યોજાનારી છે. કોર્ટમાં મુખ્ય આઈ-વીટનેસ (મુખ્ય સાક્ષી)ને હાજર રાખવામાં આવ્યો છે, જ્યાં તેમની વિગતવાર જુબાની લેવામાં આવશે.

પ્રથમ ટ્રાયલ દરમિયાન સાક્ષીએ તબિયત ન સારી હોવાનો હવાલો આપીને કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસની હાજરીમાં મેડિકલ તપાસ તેમજ જરૂરી પૂછપરછ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે મુખ્ય સાક્ષીની સત્તાવાર જુબાની લેવામાં આવશે, જે કેસની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. અગાઉ ઉપલબ્ધ સાક્ષીઓએ પણ તથ્ય પટેલ વિરુદ્ધ જુબાની આપી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર બન્યો છે. કોર્ટમાં આજે થનારી સુનાવણી પર સૌની નજર ટકી છે.
