અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ

અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન ક્રેશ થયાનો એક વીડિયો સામે આવ્યો છે. વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૬ જેટલા લોકોના લોકોના મોત થયા હોવાની આશંકા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

VIDEO: અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ, અનેક લોકોના મોતની આશંકા 1 - image

અહેવાલો અનુસાર, ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦:૧૫ વાગ્યે વિમાન ક્રેશ થયું હતું, જેના કારણે એરપોર્ટ અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

Massive fire after small plane crashes in North Carolina

વિમાન ક્રેશ થતાં સળગી ઉઠ્યું હતું. કટોકટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. હાલમાં તે સ્પષ્ટ નથી કે કેટલા લોકો સવાર હતા. એરપોર્ટ પર અગ્નિશામકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અકસ્માતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

North Carolina plane crash: NASCAR star Greg Biffle, family reportedly dead  after Cessna 550 goes down | The Nightly

સ્ટેટ્સવિલ પ્રાદેશિક એરપોર્ટ ઉડ્ડયન અને કોર્પોરેટ ઉડ્ડયન માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે, અને ક્રેશ સ્થળ સ્ટેટ્સવાલેથી લગભગ 10 મિનિટ દૂર છે. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન અથડાતા જ આગની લપેટમાં આવી ગયું છે. સ્થાનિક અધિકારીઓએ ક્રેશની પુષ્ટિ કરી છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *