કાકા-ભત્રીજા ફરી એક થશે?

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં એનસીપી માં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. 

NCP vs NCP: Top Court issues notice to Ajit Pawar on Sharad Pawar faction's  plea - India Today

અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જો બંને એનસીપી એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં. આ મામલે મેં સુપ્રિયા સુલે અને શશિકાંત શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી અને સામા પક્ષે પણ સકારાત્મક જવાબ મળ્યો છે. શરદ પવારની એનસીપી ના ધારાસભ્યો અને સાંસદો મને મળવા આવે ત્યારે પણ તેઓ કહે છે કે હવે બંને પક્ષો એ એક થઈ જવું જોઈએ. 

Sharad Pawar's latest remark on NCP-rebel Ajit sparks fresh controversy

પહેલા તો વિપક્ષમાં બેઠેલા સાંસદો અને ધારાસભ્યોના પણ કામ થઈ જતાં હતા. પણ હવે સ્થિતિ અલગ છે. વિપક્ષમાં બેઠા બેઠા નેતાઓ પરેશાન થઈ જાય છે. બંને એનસીપી એક થાય તે માટે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા નથી થઈ. 

Lok Sabha polls: Prestige battle for Ajit Pawar as he makes Shirur personal  - The Economic Times

મહારાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ પક્ષોએ ગઠબંધન કર્યા છે. જેના પર કટાક્ષ કરતાં અજિત પવારે કહ્યું, કે રાજ્યના ૨૯ નગર નિગમમાં અલગ અલગ સમીકરણ જોવા મળી રહ્યા છે. કોઈ એક પક્ષે તો એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી લીધું. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપતા પવારે કહ્યું, કે મેં પણ આવી ચર્ચાઓ સાંભળી છે જેમાં મારું નામ લેવામાં આવે છે. પણ મેં રાજ્ય અને કેન્દ્રના હાઈકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરી લીધી છે. તેથી અન્ય નેતાઓની વાતને મહત્ત્વ નથી આપતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *