ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર

ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. જેમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવાની માંગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. એવામાં ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ. 

Violent protests erupt in100 cities of Iran over inflation, internet  services suspended | Bhaskar English

પહેલવીએ શનિવારે કહ્યું, કે આપણું લક્ષ્ય માત્ર રસ્તા પર ઊતરવું નથી. શહેરોના પ્રમુખ કેન્દ્રો પર કબજો કરી લો. દેશભરમાં મોટી સંખ્યામાં આંદોલન તેજ કરવું જોઈએ તેથી વર્તમાન સત્તાધીશો પર દબાણ વધારી શકાય. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કર્મચારીઓએ હડતાળ પર ઉતરી જવું જોઈએ. ટ્રાન્સપોર્ટ, ઓઇલ, ગેસ સહિતના સેક્ટરના કર્મચારી કામ બંધ કરી દેશે તો સરકાર ઘૂંટણીયે આવી જશે. પહેલવીએ આંતરરાષ્ટ્રીય સમર્થનની પણ માંગ કરી છે. તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. 

Iran protests live: Iran in 'big trouble,' says Trump; threatens strikes  again if violence continues - The Times of India

ઈરાનમાં દિવસેને દિવસે આંદોલન ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ૧૦ મી જાન્યુઆરીએ જ તેહરાન શહેરમાં ૨૧૭ લોકોના મોત થયા છે. જ્યારે ૧૮૦ શહેરોમાં ૨૩૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. 

Iran regime cuts nationwide internet access as protests claim 44 lives  across major cities

ઈરાનમાં રાજાને ‘શાહ’ કહેવામાં આવતા હતા 

Iran-Israel war updates, Iran nuclear programme | Israel-Iran relations  from friends to foes Islamic Revolution explained | Bhaskar English

૧૯૨૫-૧૯૪૧: રઝા શાહ પહેલવી

ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ ૧૯૨૫ માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ ‘પર્શિયા’નું નામ બદલીને ‘ઈરાન’ રાખ્યું. 

૧૯૪૧-૧૯૭૯: મોહમ્મદ રઝા શાહ પહેલવી

તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા. 

૧૬ જાન્યુઆરી, ૧૯૭૯: ઇસ્લામિક ક્રાંતિ

વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. ૨૫૦૦ વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો. 

ઈરાનને સત્તાવાર રીતે ‘ઇસ્લામિક રિપબ્લિક’ જાહેર કરવામાં આવ્યું

૧૯૭૯-૧૯૮૯ : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું. 

૧૯૮૯-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ

ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે. 

ઈરાનમાં રાષ્ટ્રપતિ જનતા દ્વારા ચૂંટાય છે, પરંતુ તેઓ સુપ્રીમ લીડરની આજ્ઞા અનુસાર શાસન કરે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *