શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કરી સગાઈ

શિખર ધવને તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈની જાહેરાત કરી છે. આ કપલ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

Shikhar Dhawan gets engaged to girlfriend Sophie Shine: Ex-India opener  shares pic with caption, 'we chose togetherness forever' | Bhaskar English

પૂર્વ ભારતીય બેટ્સમેન શિખર ધવને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી છે. ક્રિકેટરે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ કપલ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. પરંતુ આ કપલે લગ્ન અંગે પ્રાઈવેસી રાખી હતી. પરંતુ આજે તેમણે આ સમાચારની પુષ્ટિ કરી છે. શિખર અને સોફીએ ગયા વર્ષે તેમના સંબંધો જાહેર કર્યા હતા તેઓ ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે.

Shikhar Dhawan Gets Engaged: Former India Opener Announces Engagement with Sophie  Shine | પહેલી પત્ની ઓસ્ટ્રેલિયન, બીજી બનશે આઈરિશ: શિખર ધવને છૂટાછેડાના 3  વર્ષ બાદ ગર્લફ્રેન્ડ ...

શિખર ધવન પહેલીવાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન સોફી શાઇન સાથે જોવા મળ્યો હતો. જેના લીધે આ કપલ ચર્ચાનો વિષય બન્યું હતું. ધવને થોડા સમય બાદ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ તેઓ સોશિયલ મીડિયા પર વારંવાર સાથે જોવા મળ્યા છે. આઇરિશ પ્રોડક્ટ કન્સલ્ટન્ટ સોફીએ લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટ ડિગ્રી મેળવી છે. તે હાલમાં અબુ ધાબીમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનના સેકંડ વાઈસ પ્રેસીડેંટ છે.

Shikhar Dhawan Gets Engaged: Former India Opener Announces Engagement with Sophie  Shine | પહેલી પત્ની ઓસ્ટ્રેલિયન, બીજી બનશે આઈરિશ: શિખર ધવને છૂટાછેડાના 3  વર્ષ બાદ ગર્લફ્રેન્ડ ...

શિખર ધવને લગભગ અઢી વર્ષ પહેલા આયેશા મુખર્જીને છૂટાછેડા આપ્યા હતા. જેમાં ધવને આરોપ લગાવ્યો હતો કે આયેશાના લીધે તેને માનસિક ત્રાસથી પસાર થવું પડ્યું હતું. તેનાથી ૧૦ વર્ષ મોટી આયેશા એક કિકબોક્સર છે જેને વર્ષ ૨૦૧૨ માં ભારતીય ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૨૧ માં આયેશાએ સોશિયલ મીડિયા પર ધવનથી અલગ થવાની જાહેરાત કરી હતી.

Happy Makar Sankranti Wishes Images 2026, Sankrant Messages, Quotes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *