અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા

Sharad Pawar-Ajit Pawar meeting ahead of INDIA talks triggers row

બારામતી પ્લેન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજીત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજીત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજીત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ક્ષતિ છે. 

Mamata seeks SC probe into Ajit Pawar crash

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.

अजित cm-mamatas-statement-on-ajit-pawar - Tarun Bharat Nagpur

મમતા બેનરજીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઈનકાર કરતાં મામલાની હાઈ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. 

Statement by Congress President, Shri Mallikarjun Kharge on Constitution  Day on November 26, 2022

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ. 

Latest India News | India's Breaking News & Headlines - Bhaskar English -  Bhaskar English

અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે ૦૮:૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.

Warm birthday wishes to the Hon'ble Union Minister of Civil Aviation, Shri Ram  Mohan Naidu Kinjarapu Ji. A proactive and dynamic leader, he is playing a  significant role in strengthening and reforming

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દુર્ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સવારે  8:48 કલાકે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ઓછી હતી, DGCA અને AAIBની તપાસ ટીમ કારણ શોધી રહી છે. લેન્ડિંગ પહેલા ATC બારામતી સાથે થયેલા સંપર્કમાં પાઈલટે કહ્યું હતું કે રનવે દેખાઈ રહ્યો નથી. રનવે સાફ ન દેખાતા વિમાન હવામાં ચક્કર ખાઈ રહ્યું હતું. બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરાયો, ત્યારે પણ વિઝિબિલિટી ન હતી. જે બાદ પાઈલટે ફરી લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પહેલા પાઈલટની તરફથી ATCના સવાલનો જવાબ મળ્યો નહીં, પણ થોડા સમય બાદ રનવે સાફ દેખાઈ રહ્યો છે તેવી વાત થઈ હતી. જે બાદ ATCએ લેન્ડિંગ માટે સંમતિ આપી હતી. બાદમાં અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી વિમાન ક્રેશ થઈ ગયું, સમગ્ર ઘટનાક્રમની ઉંડી તપાસ ચાલી રહી છે. 

Maharashtra Deputy CM Ajit Pawar Plane Crash Landing | BREAKING NEWS

આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *