વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદ મામલે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય રૂપે જઈને વાતાવરણ ખરાબ ન કરી શકે. તમામે મર્યાદાનું પાલન કરવું પડશે. જો તેઓ શંકરાચાર્ય હતા તો વારાણસીમાં લાઠીચાર્જ કેમ કરાયો હતો અને એફઆઈઆર કેસ નોંધાઈ હતી. નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ.

Yogi Govts Fifth Budget Focus: Women, Pensioners Ahead of 2027 UP Polls

મુખ્યમંત્રી યાગી એ કહ્યું કે, ‘પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા, ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’

Yogi Adityanath: Refuse Vande Mataram, No Right to Stay in India | UP  Assembly

તેમણે ચેતવણી આપી છે કે, ‘આવી રીતે આવવાથી નાસભાગ થવાની આશંકા વધી જાય છે અને શ્રદ્ધાળુઓના જીવનને મોટું નુકસાન થઈ શકે છે. એક જવાબદાર અને મર્યાદિત વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે.’

योगी बोले -हिंदुस्तान का खायेंगे, वन्दे मातरम् नहीं बोलेंगे, इनको कान  पकड़कर बाहर निकाल देना चाहिए

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો સમાજવાદી પાર્ટીના લોકો કોઈને પૂજવા ઈચ્છે છે તો પૂજે, પરંતુ સરકાર મર્યાદિત લોકોની છે અને તે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાલુઓની સુરક્ષા કરવાની છે.’

Pak opposition vows sit-in over ex-PM Imran's eyesight

પ્રયાગરાજના સંગમ ઘાટ પર મૌની અમાવસ્યાના દિવસે રવિવારે (૧૮ જાન્યુઆરી, ૨૦૨૬) સવારે લગભગ ૦૯:૪૭ વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર ૫૦ મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સંગન સ્નાન પાસે લગભગ ત્રણ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. ઘટના બાદ શંકરાચાર્યએ આક્ષેપ કર્યો કે, તંત્ર જાણીજોઈને તેમના સમર્થકો પર કાર્યવાહી કરી, હુમલો કર્યો અને ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *