દિવસભર નવશેકું પાણી પીવું યોગ્ય છે?

સદીઓથી સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવાની પરંપરા ચાલી આવી છે. આ ફક્ત એક આદત નથી, પરંતુ એક ફાયદાકારક પ્રક્રિયા છે. આયુર્વેદ શું કહે છે? 

Lukewarm Water: જો એક મહીના સુધી નવશેકું પાણી પીવમાં આવે તો શું થાય? ફાયદા  અને નુકશાન બંને જાણો

પાણી ફક્ત શરીરની તરસ છિપાવતું નથી પણ લોહીમાં ભળીને શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડે છે. માનવ શરીરનો લગભગ ૭૦ % ભાગ પાણીથી બનેલો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કયા પ્રકારનું પાણી શરીર માટે સૌથી વધુ ફાયદાકારક છે. 

It is right to drink lukewarm water throughout the day

સદીઓથી સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવાની પરંપરા ચાલી આવી છે. આ ફક્ત એક આદત નથી, પરંતુ એક ફાયદાકારક પ્રક્રિયા છે. આયુર્વેદ અનુસાર સવારે ગરમ પાણી પાચનતંત્રને સક્રિય કરે છે અને કફ દોષને સંતુલિત કરે છે.

સવારે ઉઠીને વાસી મોં પાણી પીવાથી મળે છે આ 6 મોટા ફાયદા, જાણો - Know these  benefits of drinking stale mouth water after waking up in the morning in  gujarati

સવારે નવશેકું પાણી પીવાના ફાયદા 

સવારે હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. તે શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. હૂંફાળું પાણી કફને છૂટો કરવામાં અને તેને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે હૂંફાળું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

હંમેશા બેસીને પાણી પીવાના છે અદ્ભુત ફાયદા, આયુર્વેદમાં આ રીતે પાણી પીવાનો  કર્યો છે ઉલ્લેખ | લાઈફ સ્ટાઈલ સમાચાર - News18 ગુજરાતી

દિવસભર નવશેકું પાણી પીવું યોગ્ય છે?

શું બધી ઋતુઓમાં અને આખા દિવસમાં હુંફાળું પાણી પીવું યોગ્ય છે? આયુર્વેદ માને છે કે હા, તમે આખો દિવસ હુંફાળું પાણી પી શકો છો, પરંતુ યોગ્ય સમય અને પરિસ્થિતિઓ ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.

Warm Water Benefits: ગરમ પાણી પીને કરો દિવસની શરૂઆત, મળશે ઘણા ફાયદા -  Health Benefits of Drinking Hot Or Warm Water & Its Side Effects in Gujarati

નવશેકું પાણી ક્યારે પીવું જોઈએ?

સવારે ખાલી પેટ – તે પાચનક્રિયાને ઝડપી બનાવે છે અને શરીરને ઉર્જાવાન બનાવે છે.
ભોજન પહેલાં 30 મિનિટ – તે પાચનમાં સુધારો કરીને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ભોજન પછી 1 કલાક – તે ખોરાકના પાચનમાં મદદ કરે છે.

ગરમ પાણી પીવાથી પાચનતંત્રને સરળ રીતે કામ કરવામાં મદદ મળે છે. તે પેટની અંદર ખોરાકને ઝડપથી પચાવવામાં અને પાચન ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદરૂપ છે. શિયાળામાં, જ્યારે આપણું પાચન ધીમુ પડી જાય છે, ત્યારે ગરમ પાણી પાચન સુધારવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

નવશેકું પાણી ક્યારે ન પીવું જોઈએ?

વધુ પડતી તરસ અથવા ડિહાઇડ્રેશન : આવી સ્થિતિમાં, હૂંફાળું પાણી ડિહાઇડ્રેશનને વધુ વધારી શકે છે.
ભારે ગરમીમાં : ગરમ કે હૂંફાળું પાણી શરીરમાં વધારાની ગરમી પેદા કરીને અગવડતા વધારી શકે છે.
પેટમાં પિત્તની સમસ્યા હોય કે બળતરા થતી હોય : ઉનાળામાં, જ્યારે પિત્તનું પ્રમાણ વધે છે, ત્યારે હુંફાળું પાણી બળતરા વધારી શકે છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *