અંબાલાલની આગાહીએ વિધાનસભામાં ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો

Gujarat Assembly creates history, functions for 17 hours at a stretch |  India News – India TV

ગુજરાત વિધાનસભામાં આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અંગે રસપ્રદ ચર્ચા જોવા મળી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં અંબાલાલ પટેલને સરકારી પદ આપવાની માંગ ઉઠાવી તેની ચર્ચા કરી હતી.

અંબાલાલ પટેલની આગાહી- 'અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનને કારણે..' -  Khabarchhe

ચર્ચા દરમિયાન કિરીટ પટેલે જણાવ્યું હતું કે અંબાલાલ પટેલ વર્ષોથી હવામાન અને કુદરતી આફતો અંગે સચોટ આગાહીઓ કરતા આવ્યા છે અને તેમની આગાહી પર જનતાનો દ્રઢ વિશ્વાસ છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂકંપની આગાહી ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલિજિકલ પહેલા તો અંબાલાલ પટેલ કરી દે છે.

કિરીટ પટેલે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અંબાલાલ પટેલ જેવી અનુભવી વ્યક્તિ રાજ્યને સમયસર માર્ગદર્શન આપી શકે છે. ત્યારે સરકારે તેમને કોઈ સત્તાવાર પદ અથવા સલાહકાર તરીકે સ્થાન આપવાનું વિચારવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે આવી નિષ્ણાત સેવાઓ રાજ્યના કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને હવામાન પૂર્વાનુમાન ક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Gujarat Assembly Budget Day: Har Har Mahadev Chants & Mevanis Protest |  Italys Quip

વિધાનસભાના અધ્યક્ષે પણ ચર્ચા દરમિયાન સ્વીકાર્યું કે અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ સાચી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *