અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા

America Iran Military Operation Weeks Dangerous | Axios Report

હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેના કારમે ઈઝરાયલ અને ઈરાકમાં એલર્ટ અને એડવાઈઝરીનો તબક્કો શરૂ થઈ ગયો છે. યુદ્ધની આશંકા પ્રબળ બનતા અમેરિકાએ ઈઝરાયેલમાં તૈનાત પોતાના બિન-જરૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક દેશ છોડવાની મંજૂરી આપી દીધી છે. ઈઝરાયેલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબીએ કર્મચારીઓને ચેતવણી આપી છે કે, હવાઈ ટિકિટોની માંગ વધે તે પહેલા જ સુરક્ષિત રીતે બહાર નીકળી જાય. બીજી તરફ ચીને પણ પોતાના નાગરિકોને ઈરાન ન જવા અને ત્યાં હાજર લોકોને જલદી પરત ફરવા આદેશ આપ્યો છે.

‘Prepared to use force’: Tensions escalate between China and Japan

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ઈઝરાયેલ પર ઈરાનના સંભવિત હુમલા અને તેના વળતા પ્રહારની અટકળોએ આખા વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ પોતાના રાજદ્વારી કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.

Khamenei Rages at Trump While Iranian Regime Reels from Crises - Middle  East Forum

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામૈનીના પ્રતિનિધિ લુત્ફોલ્લાહ દેઝકામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો સફળ નહીં થાય તો આગામી રસ્તો માત્ર યુદ્ધ જ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન નબળાઈથી નહીં પણ મજબૂતીથી વાત કરી રહ્યું છે અને જો સામે પક્ષે સમજણ નહીં બતાવાય તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

Trump 'not happy' with Iran nuclear talks but signals more time for  diplomacy

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી નવી એડવાઈઝરી મુજબ, અમેરિકી નાગરિકોને ઈઝરાયેલ અને વેસ્ટ બેંકની યાત્રા ટાળવા અથવા તેના પર પુનઃવિચાર કરવા જણાવાયું છે. ગાઝા પટ્ટીમાં જવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત લેબનાન અને સીરિયા સરહદથી ૪ કિમી અને ગાઝા બોર્ડરથી ૧૧.૩ કિમીની અંદરના વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જેરૂસલેમની ઓલ્ડ સિટી અને વેસ્ટ બેંકમાં પણ ગમે ત્યારે અવરજવર પર રોક લાગી શકે છે.

China deplores the forced demolition by relevant local authorities in  Panama of a monument to China's contributions to the Panama Canal. The  monument stood as a witness and memorial to the time-honored

ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે સત્તાવાર સૂચના જારી કરી છે કે તેઓ હાલ ઈરાનની યાત્રા કરવાનું ટાળે. જે લોકો હાલ ત્યાં છે તેમને વ્યાપારી ફ્લાઈટ્સ અથવા જમીની માર્ગે સુરક્ષિત દેશોમાં નીકળવાની તૈયારી કરવા જણાવાયું છે. ચીની દૂતાવાસ ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે જરૂરી મદદ પૂરી પાડશે.

Expert warns China may strike US after Israel weakens its key Middle East  ally Iran | Fox Business

અત્યંત નાજુક સ્થિતિને જોતા તમામ દેશોએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવાની સૂચના આપી છે. ટિકિટોની અછત સર્જાય તે પહેલા જ વિદેશી નાગરિકોમાં વતન પરત ફરવાની ઉતાવળ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *