સુરેન્દ્રનગરના લીંબડીના છાલિયા તળાવ પાસે આવેલ કેનાલમાં બે કિશોર ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક કિશોરનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરનું મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. લીંબડી તાલુકામાં આવેલા છાલિયા તળાવ નજીકની કેનાલમાં ન્હાવા પડતા બે કિશોરોમાંથી એક કિશોર પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. જ્યારે એક કિશોરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
![]()
બે કિશોરો છાલિયા તળાવ પાસે આવેલી કેનાલમાં ન્હાવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા. આસપાસના લોકો દ્વારા તરત જ મદદ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોની મદદથી એક કિશોરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. એક કિશોર પાણીમાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા એક ડૂબેલા કિશોરની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા પણ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અધિકારીઓએ લોકોને કેનાલ અને તળાવ જેવા જોખમી વિસ્તારોમાં ન્હાવા નહીં જવા અપીલ કરી છે.
