હવે વ્હાઈટ હાઉસે કરી ચોખવટ

Iran War: US Grants India 30-Day Waiver For Russian Oil Purchase, What It  Means For Economy

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે ખોરવાયેલા વૈશ્વિક ઓઇલ પુરવઠા વચ્ચે અમેરિકાએ ભારતને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.

'ભારતને શોર્ટ ટર્મ માટે રશિયન ઓઈલ ખરીદવાની છૂટ...' હવે વ્હાઈટ હાઉસે કરી ચોખવટ 1 - image

વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે ભારત એક જવાબદાર ભાગીદાર હોવાને કારણે તેને આ રાહત આપવામાં આવી છે.

White House ties Iran operation's end to Trump's goals and surrender  standard - CHOSUNBIZ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયમાં આવેલા અવરોધોને જોતા અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે આ નિર્ણય પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

The world in brief | The Economist

મીડિયા બ્રીફિંગ દરમિયાન લેવિટે જણાવ્યું કે ભારત હંમેશા એક જવાબદાર સહયોગી રાષ્ટ્ર રહ્યું છે. તેમણે કહ્યું, “પ્રમુખ, ટ્રેઝરી સેક્રેટરી અને નેશનલ સિક્યુરિટી ટીમે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે ભારત અમારું સારું સાથી રહ્યું છે અને તેમણે અગાઉ પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કર્યું હતું. હાલમાં ઈરાનને કારણે જે ઓઇલ સપ્લાયમાં અછત સર્જાઈ છે તેને પૂરી કરવા માટે અમે ભારતને કામચલાઉ ધોરણે આ મંજૂરી આપી છે.”

Live updates: US says it destroyed Iranian naval ships and minelayers near  the Strait of Hormuz | CNN

વ્હાઇટ હાઉસે તે અટકળોને નકારી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે આનાથી રશિયાને આર્થિક રીતે મોટો ફાયદો થશે. લેવિટે સ્પષ્ટ કર્યું કે આ પગલું ટૂંકા ગાળા માટે (શોર્ટ ટર્મ) છે અને આ ઓઇલ પહેલેથી જ સમુદ્રમાં ટ્રાન્ઝિટમાં હતું. તેનાથી રશિયન સરકારને કોઈ ખાસ આર્થિક લાભ થવાની શક્યતા નથી.

Crude Oil Above $115, Strait Of Hormuz Disrupted: How Will It Impact The  Indian Economy? | Economy News - News18

૨૮ ફેબ્રુઆરીથી ઈરાન પર શરૂ થયેલા હુમલા બાદ જંગ હવે બીજા સપ્તાહમાં પહોંચી ગયો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધો ઉભા થતા કાચા ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આવી સ્થિતિમાં ભારત માટે રશિયન ઓઇલની આ છૂટ દેશની એનર્જી સિક્યુરિટી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

Iran War Impact on Oil Prices, World Economy and World Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *