ભદ્રા પથરનાવાલા હાઈકોર્ટનો ચુકાદો

Bhadra Area Reinstatement; Pathranawalas March 21 | Court Verdict

અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં વર્ષોથી રોજીરોટી મેળવતા પાથરણાવાળા માટે ગુજરાત હાઈકોર્ટનો હાલમાં આપેલો ચુકાદો ખુશહાલી લઈને આવ્યો છે. છેલ્લા ૧૩ વર્ષથી ચાલતી કાનૂની લડત બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા કહ્યું હતું કે, આ તમામ ૮૪૪ ફેરિયાને સત્વરે પુનઃસ્થાપિત કરો અને વેન્ડિંગ કાર્ડ ધરાવતા લોકોને ૧૫ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરો. હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે ભદ્રમાં પાથરણાવાળા અને ત્યાં આવનારા લોકો સાથે વાત કરી હતી. અહીં ધંધો-વેપાર કરતા લોકોએ કબૂલ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનની નીતિના કારણે અહીંના આર્થિક સંકડામણ, દેવું અને બેરોજગારીનો સામનો કરતા હતા, પરંતુ હવે આ પરિવારોમાં ખુશીનો માહોલ છે. આ ચુકાદાથી અનેક પરિવારોનું ગુજરાન સારી રીતે ચાલશે. એટલું જ નહીં, ભદ્રના ધમધમતા બજારની જૂની ઓળખ પણ પરત ફરશે, જેનાથી સામાન્ય નાગરિકોને પણ ફરી વાજબી ભાવે ખરીદીની તક મળશે.

Gujarat High Court Permits Interim Relocation Of Bhadra Parisar Street  Vendors To Nearby Plots To Ensure Livelihood During Diwali

ભદ્રમાં પાથરણાવાળાના એસોસિએશનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ૧૩ વર્ષથી ચાલતા કેસમાં ગરીબોને આખરે ન્યાય મળ્યો છે. જો કે ૨૦૧૯ માં કોર્ટે ઓર્ડર કર્યો હોવા છતાં ૨૦૨૫ માં કોર્પોરેશને ફેરિયાઓને હટાવી દીધા હતા, પણ હવે કોર્ટે ફરીથી ૮૪૪ ફેરિયાને પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે પહેલા વેન્ડિંગ કાર્ડવાળાને બેસાડવા અને બાકીના લોકોની ૧૫ દિવસમાં પ્રક્રિયા પૂરી કરીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે. અમે કોર્પોરેશનને તમામ વિગતો આપીને સંપૂર્ણ સહકાર આપીએ છીએ, પરંતુ તેમની તરફથી હજુ અમને પૂરો સાથ-સહકાર નથી મળતો. આ ચુકાદાથી ગરીબ પરિવારોની સ્થિતિ સુધરશે, જે દેવામાં ડૂબેલા હતા અને ખાવાના ફાંફા હતા, તેઓ રોજના ૨૦૦-૫૦૦ કમાઈ શકશે. તેમાંથી તેમના બાળકોનું ભણતર સહિતનો ખર્ચ નીકળી જશે.  

Bhadra Area Reinstatement; Pathranawalas March 21 | Court Verdict

વેપાર કરતા મંગુબેન ચુનારાએ જણાવ્યું કે, અમે અહીં વર્ષોથી કટલરીનો ધંધો કરીએ છીએ, પરંતુ છેલ્લા ૧૨ મહિનાથી અહીં વેપાર નહોતો કરવા દેવાતો. જેના કારણે છ મહિના સુધી અમારે બાળકોના ખાવા-પીવા અને ભણતર માટે ખૂબ તકલીફો વેઠવી પડી અને ઉછીના પૈસા લઈને ઘર ચલાવવું પડ્યું. અમારે મહિનાની કોઈ નક્કી આવક નથી હોતી. પરંતુ હવે રોજના ૨૦૦-૪૦૦ કમાઈ લઈશું. હાઈકોર્ટના આદેશ પછી ધંધો ફરી સેટ થઈ જશે, તો ઉછીના પૈસા પાછા આપી શકીશું. જો કે અત્યારે કોર્પોરેશનવાળા અમને અહીંથી ઊભા થવાનું કહી રહ્યા છે, પણ અમને વિશ્વાસ છે કે કોર્ટના આદેશ મુજબ અમને અમારી જગ્યાએ બેસવા દેવાશે.

Bhadra Area Reinstatement; Pathranawalas March 21 | Court Verdict

ભદ્રમાં વર્ષોથી વેપાર કરતા ગોવિંદભાઈ નટવરલાલે જણાવ્યું કે હું છેલ્લા ૬ થી ૧૨ મહિનાથી અમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. કોર્પોરેશને બીજી જગ્યાએ ધકેલી દેતા અમારો ધંધો ઠપ થઈ ગયો હતો. એ કપરા સમયમાં ઘરનું ભાડું અને છોકરાઓની સ્કૂલ ફી ભરવા પણ વ્યાજે પૈસા લીધા હતા. દાગીના વેચવા કે ગિરવે મૂકવા પડ્યા હતા. હવે હાઈકોર્ટના આદેશને પગલે ભદ્રમાં બેસીને વેપાર કરવાની ફરી તક મળી છે, જેથી મને માનસિક શાંતિ મળી છે. ભદ્રકાળી માતાની અસીમ કૃપાથી હવે અમે સૌ બજારવાળા અહીં હસતા-ખેલતા ધંધો કરી શકશે. 

Bhadra Area Reinstatement; Pathranawalas March 21 | Court Verdict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *