હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો

India Flag (GIF) - All Waving Flags

ભારતે ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ!

High Risk Voyage: India LPG Tankers Set To Cross Strait Of Hormuz After  Diplomatic Push By Modi Govt | News - Times of India Videos

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી ખાસ કરીને ભારત-ચીન સહિતના એશિયાના દેશો તેમજ યુરોપના દેશોમાં જતો તેલ-ગેસનો પુરવઠો ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે ખાડી દેશોના તેલ અને ગેસની દુનિયામાં સૌથી વધુ સપ્લાઈ થાય છે. ઘેરાયેલા સંકટ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે અન્ય સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી સ્પષ્ટ સંકેત છે કે ભારત હવે માત્ર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અથવા ખાડી દેશો પર નિર્ભર નથી.

Strait of Hormuz clamped, India moves to shield oil supplies - The Times of  India

રોયટર્સના દાવા મુજબ, ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ)એ ટેન્ડર દ્વારા અંગોલા પાસેથી ૨૦ લાખ બેરલ તેલ ખરીદ્યું છે. મિડિલ ઈસ્ટનું તેલ મોંઘું થવાને કારણે અને તેની ઉપલબ્ધતા ઓછી હોવાને લીધે ભારતીય રિફાઇનર્સ હવે વેસ્ટ આફ્રિકન અને એશિયા-પેસિફિક ક્ષેત્રના ક્રૂડ/તેલને પસંદ કરી રહ્યા છે.

Iran-Israel conflict: How will blocking of Strait of Hormuz hit India?  Indian refiners look at alternative routes for fuel supply - Times of India

ભારત અગાઉ તેલ-ગેસની આયાત માટે મિડિલ ઈસ્ટ પર ૪૫ % નિર્ભર હતું, પરંતુ હવે તે નવા વિકલ્પો શોધી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતની ઉર્જા સપ્લાઈ ખૂબ જ પ્રભાવિત થઈ છે. ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો રસ્તો બંધ થવાને કારણે ભારતમાં એલપીજી નો પુરવઠો સૌથી વધુ ખોરવાયો છે.

Trump threatens India tariff hike over Russian oil, India hits back -  AlchemPro

ગઈકાલે શુક્રવારે ઓમાન અને દુબઈના બેન્ચમાર્કમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ સપ્તાહની શરૂઆતમાં તેમાં તેજી આવી હતી કારણ કે મિડિલ ઈસ્ટના દેશોનું ક્રૂડ ઓઈલ વિશ્વનું સૌથી મોંઘું તેલ બની ગયું છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ફ્યુચરની કિંમતો ૨૦૦૮ માં ૧૪૭.૫૦ ડોલરના પાછલા રેકોર્ડને પણ પાર કરી ગઈ હતી. એશિયા જતા લાખો બેરલ તેલની કિંમત નક્કી કરતા બેન્ચમાર્કમાં અચાનક થયેલા વધારાએ એશિયન રિફાઇનર્સ માટે ખર્ચ વધારી દીધો છે, જેના કારણે તેઓ વિકલ્પો શોધવા અથવા ઉત્પાદન ઘટાડવા મજબૂર થયા છે.

India's Russian Oil Imports Surge to 2 Million Barrels per Day in August

રોયટર્સ મુજબ, એચપીસીએલ એ એક્સન (એક્સોન) પાસેથી ક્લોવ અને કેબિન્ડાના દસ લાખ બેરલ ખરીદ્યા છે, જેની કિંમત બ્રેન્ટ ક્રૂડ ઓઈલ કરતા લગભગ ૧૫ ડોલર વધુ છે. તેની ડિલિવરી ૧ થી ૧૦ મે વચ્ચે થવાની છે. આ તેલ રાજસ્થાનના બાડમેરમાં સ્થિત ૧,૮૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી રિફાઇનરી માટે ખરીદવામાં આવ્યું છે. આ ઉપરાંત એચપીસીએલ એ વેપારી ટોટસા (તોત્સા) પાસેથી ફોરકાડોસ અને અગબામીના એક-એક મિલિયન બેરલ ખરીદ્યા છે. દેશની સૌથી મોટી તેલ રિફાઇનિંગ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પણ પશ્ચિમ આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના પ્રયાસો કરી રહી છે.

Israel Iran War: വീണ്ടും റഷ്യൻ ഇന്ധന പ്രവാഹം? റൂട്ട് മാറ്റി ഭീമൻ  എണ്ണക്കപ്പലുകൾ ഇന്ത്യയിൽ - israel iran war russian crude oil flow again 3  tankers in india diverting route - - The Economic ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *