અમદાવાદ આરટીઓને પસંદગીના નંબર માટે એક સિરીઝ પાછળ ૬૭ લાખથી વધુની આવક થઈ છે જેમાં ઇનોવા કાર ચાલકે પોતાની પસંદગીનાં નંબર માટે ૯૫,૯૦૦૦ રકમ ખર્ચીને પોતાની પસંદગીનો નંબર મેળવ્યો છે.

અમદાવાદ આરટીઓ દ્વારા ફોર વ્હીલ અને ટુ વ્હીલર માટે નવી ZB અને YU સિરીઝ ઓપન કરી હતી. જેમાં ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઑનલાઇન હરાજી બોલાઈ હતી. જે પૈકી અનેક લોકોએ પોતાને ગમતા નંબર માટે હરાજીમાં ભાગ લીધો હતો.
અમદાવાદના રહેવાસીએ પોતાની ઇનોવા હાઇક્રોસ માટે સૌથી વધુ બીડ કરી હોવાનું સામે આવ્યું છે. અરજદારે GJ01ZB0009 નંબર માટે સૌથી વધુ ૯.૨૯ લાખ રૂપિયાની બીડ ભરી હતી, જ્યારે GJ01ZB9999 BMW કાર નંબર માટે ૫.૮૨ લાખ, મર્સિડીઝ C ક્લાસ GJ01ZB7979 નંબર માટે ૨.૨૪ લાખ, ક્રેટા કાર માટે GJ01ZB3637 ૫૧૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા.

ટુ વ્હીલર ની વાત કરવામાં આવે તો GJ01YU0001 માટે ૯૯,૦૦૦ની સૌથી વધુ બોલી લગાવાઈ હતી જ્યારે GJ01YU0009 માટે ૫૬,૦૦૦ની બોલી લાગી હતી. આ સિવાય કેટલાક નંબર જોઈએ તો…

- GJ01YU0002 માટે ૧૪,૫૦૦
- GJ01YU1111 માટે ૯,૦૦૦
- GJ01YU0005 માટે ૯,૦૦૦
