ગાંધીનગર, આણંદ-ખેડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો, 7 જિલ્લામાં યલો એલર્ટ જારી | Threat of  unseasonal rains in Gujarat, yellow alert issued in 7 districts - Gujarati  Oneindia

વડોદરાના સાવલીમાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. ધીમે ધારે વરસાદ આવતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીંતી વધી છે. શાકભાજી, બાજરી, તમાકુ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ છે. વરસાદ ચાલુ રહ્યો તો નુકસાન વધવાની શક્યતાઓ છે.

Unseasonal Rain with Mini Storm Hits Gujarat: Trees Fall in Ahmedabad,  Solar Panels Blown Away in Banaskantha

ખેડા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે. માતરના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ શરૂ થયો છે. ભલાડા, સીંજીવાડા અને પરીએજ ગામે વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર પંથકમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો છે. ખેડા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો.

Ahmedabad witnesses rain in early summers, storm-like condition expected in  next 24 hrs | Ahmedabad witnesses rain in early summers storm like  condition expected in next 24 hrs - Gujarat Samachar

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યો હતો. પ્રાંતિજ મજરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના મજરા-ચંદ્રાલા હાઈવે પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો, ઈંટ ઉત્પાદકો ચિંતામાં આવી જવા પામ્યા હતા.

South Gujarat experiences downpour amid Southwest monsoon withdrawal,  yellow alert issued | South Gujarat experiences downpour amid Southwest  monsoon withdrawal yellow alert issued - Gujarat Samachar

પંચમહાલના ગોધરામાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોધરા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદના કારણે ગોધરાના રસ્તાઓ પાણીપાણી થયા હતા. તેમજ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી.

તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગરના પાકને નુકસાન

ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. શહેર સહિત જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદથી બાગાયત પાકોમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે. શહેરના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીંતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *