પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં રશિયાની મધ્યસ્થીની ઓફર

અમેરિકા-ઈરાન સંઘર્ષમાં હવે પુતિનની એન્ટ્રી!

Russia bans gasoline exports from 1 April amid US-Iran war — Here's what  the Putin government said | Today News

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર પૂરી થયા બાદ હવે રશિયા મેદાનમાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરીને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે.

અમેરિકા-ઈરાન સંઘર્ષમાં હવે પુતિનની એન્ટ્રી! પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં રશિયાની મધ્યસ્થીની ઓફર 1 - image

ક્રેમલિનના જણાવ્યા અનુસાર, પુતિને સંઘર્ષના રાજકીય અને રાજદ્વારી ઉકેલ માટે વધુ સહયોગ આપવાની તૈયારી બતાવી છે. રશિયા ઈચ્છે છે કે આ વિસ્તારમાં કાયમી શાંતિ સ્થપાય. નિષ્ણાતો માને છે કે જો રશિયા મધ્યસ્થી કરે તો અમેરિકા માટે સ્થિતિ વધુ જટિલ બની શકે છે.

What Iran means for Putin

સમાચાર એજન્સી ઈન્ટરફેક્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પુતિને ઈરાનના રાષ્ટ્રપતિને ટેલિફોનિક વાતચીતમાં રશિયા મધ્યસ્થી બને તેવી ઓફર કરી છે. જોકે રશિયા મધ્યસ્થી કરશે કે નહીં તે અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

No breakthrough in Iran-US peace talks in Pakistan so far, negotiations to  continue tomorrow: Report | World News

જ્યારે યુનાઈટેડ કિંગ્ડમે મંત્રણા નિષ્ફળ રહેવાને ‘નિરાશાજનક’ ગણાવી છે, ત્યારે યુરોપિયન યુનિયને કૂટનીતિ પર ભાર મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ તાત્કાલિક યુદ્ધવિરામ અને ફરીથી વાતચીત શરૂ કરવા અપીલ કરી છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો છે કે તેમની સરકાર ભવિષ્યમાં પણ બંને દેશો વચ્ચે સંવાદ વધારવામાં ભૂમિકા ભજવતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *