

ઉનાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે.

રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી.

પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન પર પાંચ કિલોમીટર જેટલી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી.

ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની લાઈન ૩ કિલોમીટરથી વધુ લાંબી પહોંચી હતી. ૭૦૦૦ થી વધુ મુસાફરોની ભીડ સામે માત્ર બે ટ્રેનની સુવિધા હોવાથી અફરાતફરી મચી હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા લોકો પાણીની બોટલો માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. સ્ટેશન પર એક અત્યંત કરુણ કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક લાચાર યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.

