અમેરિકાના લુઈસિયાનામાં બેફામ ગોળીબારમાં ૮ બાળકોના મોત

અમેરિકાના ઉત્તર-પશ્ચિમ લુઈસિયાના રાજ્યમાં ખૂબ ભયાનક અને ચોંકાવનારી ઘટના બની છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં આડેધડ ગોળીબાર કરવામાં આવતા એકથી ૧૪ વર્ષની ઉંમરના ૮ બાળકોના મોત થયા છે. આ ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.

8 children killed in Louisiana mass shooting

લુઈસિયાના રહેણાંક વિસ્તારમાં અચાનક આડેધડ ગોળીબાર થયો હતો. ફાયરિંગનો અવાજ સંભળાતા વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગ્યા હતા. આ હુમલામાં જે માસૂમોના મોત થયા છે, તેમની ઉંમર ઘણી જ ઓછી હતી. મૃતકોમાં સૌથી નાનો માસૂમ બાળક માત્ર એક વર્ષનો હતો.  

Eight children killed in Louisiana mass shooting, police say

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં આઠ બાળકોના મોત થયા છે. જ્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ હુમલાખોરને ઠાર કર્યો છે. હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતા ૧૦ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી આઠ બાળકોના મોત થયા છે.

8 children killed in Louisiana mass shooting, police say. Live updates -  Yahoo News UK

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાને રાખીને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. કયાં કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું, તેની વિગતો હજુ સામે આવી નથી. આ ઉપરાંત ફાયરિંગ કરવા પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Terrible Morning': Eight Children Killed In Mass Shooting In Louisiana,  Gunman Shot Dead—Investigation Underway

શ્રેવપોર્ટ પોલીસ વિભાગના ક્રિસ્ટોફર બોર્ડેલો કહ્યું કે, હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે કથિતરીતે વાહન ચોરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે બોસિયર પેરિશના એક વિસ્તારમાં તેનો પીછો કરીને તેને ઠાર કરી દીધો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગન કલ્ચરથી ફરી ચિંતા વધી ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *