હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ

ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું

સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું 1 - image

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ પેદા થઈ છે. શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ રદ થયા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ઈરાને હોર્મુઝની ખાડી પાસે એક મોટા કન્ટેનર જહાજને નિશાન બનાવીને હુમલો કર્યો છે.

U.S.–Iran: A Critical Chance For Peace To Hold

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) ના અહેવાલ મુજબ ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ ૧૫ નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) ની ગનબોટ્સે જહાજને ઘેરી લીધું અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજ પરના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ તેલ ગળતર કે પર્યાવરણીય નુકસાન થયું નથી.

Revolutionary Guard Aerospace Force commander Majid Mousavi has come under  criticism from senior IRGC officials for being absent during ongoing  clashes and leaving his forces without leadership, sources with knowledge  of the

ઈરાનના આઇઆરજીસી એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસવીએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, જો દુશ્મન યુદ્ધવિરામ બાદ ઈરાન વિરુદ્ધ કોઈ પણ આક્રમક કાર્યવાહી કરશે અથવા હદ પાર કરશે, તો આઇઆરજીસી ત્યાં હુમલો કરશે જ્યાં જનતા ઈચ્છશે.

Trump withdraws from the Iran nuclear deal. What now? - Bulletin of the  Atomic Scientists

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયર લંબાવવાની જાહેરાતને ઈરાને ફગાવી દીધી છે. ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે તેને સરપ્રાઈઝ એટેક કરવાની એક યુક્તિ ગણાવી છે. ઈરાનનું માનવું છે કે, અમેરિકા આ પ્રસ્તાવ દ્વારા વધુ મોટા લશ્કરી હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઈરાની નેતાઓએ અમેરિકી નાકાબંધી સામે સૈન્ય જવાબ આપવાની પણ માંગ કરી છે.

Strait Of Hormuz: 'Ignored repeated warnings': Iran fires on container ship  in Strait of Hormuz - The Times of India

હોર્મુઝની ખાડી વિશ્વના તેલના પુરવઠા માટે જીવનરેખા સમાન છે. ઈરાન દ્વારા અહીં વારંવાર જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓએ વૈશ્વિક બજાર અને સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. 

US-Israel-Iran war live news updates: 'Lots of bombs will go off,' says  Trump; Iran to send Ghalibaf for talks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *