માછલી મુદ્દે મમતા બેનરજી અને પીએમ મોદી આમને-સામને

Mamata Banerjee Vs BJP; Siliguri Corridor Strategy - TMC Hindu Muslim  Voters | Bengal Election 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના પાયાની ચીજ એવી ‘માછલી’ને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. બંગાળની ચૂંટણીમાં સત્તાપક્ષ મમતા બેનર્જી દાવો કરે છે કે ભાજપની સરકાર આવશે તો રાજ્યમાં ભાત-માછલી ખાવા પર પ્રતિબંધ મુકાઈ જશે.

Bengal elections 2026

તુણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિ માટે ખતરો છે. મચ્છી-ભાત સાથે કોઈ સમજૂતી નહીં થાય. ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. ભાજપ તમને ઈંડા અને માંસ પણ ખાવા દેશે નહીં. બંગાળ માછલી-ભાત પર નિર્ભર છે. જો આપણે એ નહીં ખાઈએ તો શું ખાશું? બંગાળની માછલીની જરૂરિયાતમાંથી ૮૦ ટકા જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી થાય છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં માછલી ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ દુકાનો બંધ કરવામાં આવી રહી છે.

Holy Mackerel! BJP, TMC in serious debate over fish ahead of Bengal polls

બંગાળની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા ‘થ્રી-એમ’ 

તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પહેલાં ત્રણ એમના મુદ્દે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. 

પહેલો એમ એટલે માછલી: બંગાળમાં જેને મચ્છી કહેવામાં આવે છે. ભાજપ આવશે તો માછલી ખાવા દેશે નહીં.

બીજો એમ એટલે મા દુર્ગા: ભાજપના હિન્દુત્વ સામે બંગાળની અસ્મિતા સાથે વણાયેલા માતા દુર્ગાને સાંસ્કૃતિક ઓળખ તરીકે રજૂ કર્યા છે.

ત્રીજો એમ એટલે માટી: મમતા બેનર્જી માટીનો અર્થ બંગાળની ધરતીના અર્થમાં કરે છે અને ભાજપને બહારની ગણે છે.

Mamata urges PM Modi to revoke Gorkha interlocutor appointment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માછલીના મુદ્દાને ચૂંટણી સભામાં સમાવ્યો. માછલીના મુદ્દે ચાલી રહેલા આરોપો વચ્ચે મોદીએ કહ્યું: ૧૫ વર્ષ સત્તામાં રહેવા છતાં ટીએમસીની સરકાર તમને માછલી જેવી જરૂરી ચીજમાં આત્મનિર્ભર બનાવી શકી નહીં. માછલી પણ રાજ્યની બહારથી આયાત કરવી પડે છે.

ભાજપે વિવાદ વધતો જોઈને તેમના ઉમેદવારોના પ્રચારનો વ્યૂહ બદલાવ્યો હતો. ભાજપના ઘણાં ઉમેદવારો માછલીઓ હાથમાં લઈને કે માછલીઓનું પ્રતીક સાથે લઈને પ્રચાર કરતા થયા હતા. ભાજપે એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી કે ઉમેદવાર પણ બંગાળી છે અને એ પણ એ જ સંસ્કૃતિ અને ખાનપાનનો ભાગ છે જે આખા બંગાળમાં છે. ભાજપે બંગાળના સોશિયલ મીડિયામાં ધારાસભાના ઉમેદવારો માછલી સાથે પ્રચાર કરતા હોય તેવા વીડિયો વાયરલ કર્યા હતા.

GK: ભારતના કયા રાજ્યમાં લોકો સૌથી વધુ માંસ ખાય છે? જ્યાં 99.8% લોકો છે  માંસાહારી - which state in india consumes most non vegetarian food general  knowledge | - News18 Gujarati

૨૦૨૪ માં એક સંશોધનમાં જણાયું હતું કે પશ્ચિમ બંગાળના ૬૫.૭ % લોકો માછલીનો ખોરાક એટલીસ્ટ સપ્તાહમાં એક કે તેથી વધુ વખત આરોગે છે અને કુલ વસ્તીના ૮૦ % થી વધુ લોકો માછલી આરોગે છે. ભારતમાં માછલી ખાનારા લોકોની સંખ્યા વધીને ૭૦ % થઈ ગઈ હોવાનો પણ અંદાજ છે.

Bengal elections 2026 | Central force chiefs gather in Kolkata, TMC MP  alleges attempt to 'meddle' with elections - Telegraph India

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ એક દાવો કર્યો તેનાથી આ મુદ્દાને વધારે હવા મળી હતી. મોઈત્રાએ દાવો કર્યો કે દિલ્હીમાં જ્યાં બંગાળીઓની વધારે વસ્તી છે એ ચિતરંજન પાર્કમાં ભાજપ માછલીઓની દુકાનો બંધ કરાવે છે. ટીએમસી સાંસદે એક વીડિયો શેર કર્યો એ બંગાળમાં ખૂબ વાયરલ થયો હતો. ભાજપે આ દાવાનું ખંડન કર્યું હતું.

এটাই আপনার খাওয়া বেস্ট ইলিশ পোলাও 😋 । Ilish Polao । Authentic Hilsa Fish  Pulao । Ilish Pulao Recipe - YouTube

પશ્ચિમ બંગાળના ફૂટબોલ ચાહકોમાં પણ માછલીની સ્પર્ધા રહે છે. ઇસ્ટ બંગાળી ફૂટબોલ ક્લબના સમર્થકોમાં હિલ્સા માછલી પ્રિય છે જ્યારે બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બગાનના સમર્થકો પ્રોન્સ (ઝીંગા) ખાવાની તરફેણમાં છે. આમ બંગાળના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ માછલી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *