અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ!

અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને એપી-એનઓઆરસી દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૩ %થી ૩૬ %ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે.

Trump Iran War Victory? US Withdrawal From NATO Possible

એપી-એનઓઆરસી ના સર્વે મુજબ, ૧૦ માંથી ૭ અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના નિર્ણયોને માત્ર ૩૦ % લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં ૩૮ % હતું. જીવનનિર્વાહના ખર્ચ (રહેવાનો ખર્ચ) મુદ્દે ૭૬ % લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩ % લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.

Why are Americans so gloomy about their great economy? – Ahead of the Herd

ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની જ પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે છે. ૫૨ % અમેરિકનોએ જણાવ્યું કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પની ડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ વિરોધ વધુ જોવા મળ્યો છે. મિનેપોલિસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ બાદ વહીવટીતંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી છે.

અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રૅકોર્ડ ઘટાડો 2 - image

વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૬૭ % અમેરિકનોએ ઈરાન સાથેના સંઘર્ષના મુદ્દે ટ્રમ્પના વલણને નકારી દીધું છે. સર્વે મુજબ, ૬૧ % અમેરિકનો માને છે કે અમેરિકાએ ઈરાનમાં હવે વધુ કોઈ સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ નહીં.

The Trump depression (and we don't mean the economy): Key symptom of  autocratic regimes - Salon.com

આ નકારાત્મક પોલ્સ વચ્ચે પણ ટ્રમ્પ માટે એક આશાનું કિરણ છે. રિપબ્લિકન પાર્ટીના ૮૩ % સમર્થકો હજુ પણ ટ્રમ્પની કામગીરીને યોગ્ય માને છે. આ ઉપરાંત, વોટર આઇડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત કરવાના મુદ્દે ૭૫ % અમેરિકનો ટ્રમ્પની તરફેણમાં છે.

Donald Trump's 2020 jobs bet unravels on worst slump since depression -  Crain's New York Business

ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ

આગામી ચૂંટણીમાં મતદારો માટે કયા મુદ્દા સૌથી મહત્વના છે. 

અર્થતંત્ર: ૨૯ %

લોકશાહી સામેના જોખમો: ૨૪ %

હેલ્થકેર: ૧૨ %

ગુનાખોરી: ૧૦ %

WB & TN Elections: Voting Begins; Every Booth Recorded

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *