નાસિકમાં ફરી એક મહિલા બની શિકાર!

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલગાંવ વિસ્તારમાં ભક્તિના નામે ભોળી જનતાને છેતરતા વધુ એક કથિત ઢોંગી બાબાના કાળા કામ પ્રકાશમાં આવ્યા છે. નિફાડ તાલુકાના ધરણગાંવ ગામમાં ગાણગાપુર મઠની નકલ કરીને પોતાનો અડ્ડો જમાવનાર મહેશગીરી ઉર્ફે મહેશ દિલીપ કાકડેએ મહિલા સાથે દૈવી વિધિના અને ભૂત-પ્રેતનો ડર બતાવીને ન કરવાનું કામ કર્યું છે. હાલમાં આ ઢોંગી બાબા વિરુદ્ધ બળાત્કાર અને જાદુ-ટોણા વિરોધી કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

ફેમિલી પ્રોબ્લેમ દૂર કરવાના બહાને મહિલાને ફસાવી

આરોપી મહેશગીરી લોકોની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવાનો અને ભૂત-પ્રેતની બાધા દૂર કરવાનો ડોળ કરતો હતો. ભયભીત લોકોને તે પાપનાશક કુંડમાં સ્નાન કરવા અને ઓદુંબરના વૃક્ષની પ્રદક્ષિણા કરવા જેવી વિધિઓ કરવા મજબૂર કરતો હતો. પીડિત મહિલા જ્યારે પોતાની સમસ્યા લઈને તેની પાસે પહોંચી, ત્યારે આરોપીએ તેની જન્મતારીખ અને અંગત વિગતો મેળવીને સંપર્ક વધાર્યો હતો.

‘દૈવી વિધિ’ના નામે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ, કોઈ વિશેષ દૈવી વિધિ કરવાની લાલચ આપીને તે મહિલાને નાસિક-ત્ર્યંબક રોડ પર આવેલી એક લોજમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મહિલાના આપત્તિજનક ફોટા પણ ખેંચ્યા હોવાનો આક્ષેપ છે.

Babaji GIFs | Tenor

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની મદદથી ફરિયાદ

ગળામાં રુદ્રાક્ષ પહેરી અને દૈવી શક્તિઓનો ડર બતાવી આરોપી વર્ષ ૨૦૨૪ થી સતત મહિલાનું શોષણ કરી રહ્યો હતો. અંતે પીડિતાએ કંટાળીને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (એએનઆઈએસ) નો સંપર્ક કર્યો હતો. સમિતિના હસ્તક્ષેપ અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ લાસલગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આશંકા સેવાઈ રહી છે કે આ ‘ઢોંગી બાબા’એ અન્ય અનેક મહિલાઓને પણ પોતાની જાળમાં ફસાવી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *