ભારતમાં કરોડો લોકોના ઘરે એસી નથી આથી ઉનાળાની ગરમીમાં તેઓ પંખાનો ઉપયોગ કરે છે. પણ અમુકવાર પંખા ગરમ હવા આપવાનું કામ કરતા હોય છે. જો તમે પણ આ સમસ્યાને ફેસ કરી રહ્યા હોવ તો આજે તેને દુર કરવાની રીત જાણીશું.
હાલમાં દેશભરમાં ખુબ ગરમી પડી રહી છે. જેમાં અમુક રાજ્યોમાં તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ ગરમીમાં છતના પંખા પણ ઘણીવાર ઠંડી હવાને બદલે ગરમ હવા આપે છે. આનું કારણ પંખા ગરમ રૂમમાંથી ગરમ હવા સર્ક્યુલેટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે એસી ના ભારે વીજળી બિલ વગર પણ તમારા પંખાને સુપર કૂલ બનાવી શકો છો? તમને અહીંયા અમુક સરળ ઘરગથ્થુ રીતો જણાવીશું છે જે તમારા સામાન્ય પંખાને પણ ઠંડી અને કમ્ફર્ટેબલ બનાવશે.

- ભીના ટુવાલ કે ગમછાનો ઉપયોગ
જો તમારી પાસે ટેબલ ફેન હોય તો તેની સામે ભીનો અને ઠંડો ટુવાલ લટકાવો. આ ઇવોપોરેટીવ કુલીંગના સિદ્ધાંત પર કામ કરે છે, જ્યાં પાણીનું બાષ્પીભવન હવાનું તાપમાન ઘટાડે છે જેનાથી હવા ભેજવાળી અને ઠંડી બને છે.
- બરફની બોટલ
બે પ્લાસ્ટિક બોટલને પાણીથી ભરો અને તેને ફ્રીઝરમાં ફ્રીઝ કરો. હવે આ થીજી ગયેલી બોટલોને પંખાની સામે મૂકો. જ્યારે પંખો ચાલશે ત્યારે આ બોટલોની ઠંડીને કારણે હવા ઠંડી થઈ જશે. તમે ઠંડા પાણીની બોટલને ઠંડુ કર્યા વગર મૂકીને પણ ઠંડી હવા મેળવી શકો છો.
- મીઠું અને બરફ
એક બાઉલમાં બરફ અને થોડું મીઠું મિક્સ કરો અને તેને સીધા પંખા સામે મૂકો. મીઠું બરફને ઝડપથી ઓગળતો અટકાવશે અને પંખા આગળથી બર્ફીલી હવા ખેંચશે.
- પંખાની દિશા
ઉનાળામાં છતના પંખાને કાઉન્ટર કલોકવાઈઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે આ હવાને સીધી નીચે તરફ ધકેલે છે જેનાથી ઠંડકની અસર થાય છે.
- ક્રોસ વેન્ટિલેશન
સાંજે બારીઓ અને દરવાજા ખોલો. આ સિવાય બારી પાસે પંખો મૂકો જેથી તે બહારથી ઠંડી હવા ખેંચી શકે અને રૂમમાંથી ભેજ દૂર કરી શકે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
