ગાર્ગી કોલેજની વિદ્યાર્થીનીઓને મળ્યા રાહુલ ગાંધી

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી યુનિવર્સિટી (DU)ની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે યુવાનો, ખાસ કરીને મહિલાઓની શક્તિ, તેમની ભાગીદારી અને ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું કે ભારતનું ભવિષ્ય ‘જનરેશન ઝેડ’ (Gen Z)નું છે અને મહિલાઓ તેનું નેતૃત્વ કરશે.

Rahul Gandhi Interacts With DU Students

દિલ્લી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે બેસીને રાહુલ ગાંધીએ ઔપચારિક મુલાકાત કરતાં ખુલ્લી ચર્ચાનો વિકલ્પ પસંદ કર્યો. આ દરમિયાન, વિદ્યાર્થીનીઓએ કોઈપણ ખચકાટ વિના પોતાના વિચારો વ્યક્ત કર્યા. શિક્ષણ, સુરક્ષા, રોજગાર અને સમાનતા જેવા મુદ્દાઓ પર તેમણે પોતાના અનુભવ શેર કર્યા અને દેશના ભવિષ્ય અંગે પોતાની આશાઓ વ્યક્ત કરી.

Rahul Gandhi Interacts With DU Students

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “Gen Z આપણું ભવિષ્ય છે અને Gen Zની મહિલાઓ આગળ આવીને નેતૃત્વ કરશે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે સમાજ અને સરકારની જવાબદારી છે કે દરેક દીકરી માટે દરેક દરવાજા ખોલવામાં આવે, જેથી તેમને સમાન તકો મળે અને તેઓ કોઈપણ ભય વગર આગળ વધી શકે.

New Delhi: Rahul Gandhi Interacts With DU Students #Gallery - Social News  XYZ

કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું, “જાદુગર પાસે હવે કોઈ નવો જાદુ બચ્યો નથી… અને આ દેશના યુવાનો હવે સત્ય સમજી ગયા છે.” ઇશારામાં તેમણે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે આજનો યુવાન જાગૃત છે અને તે દેખાડા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સારી રીતે સમજે છે.

जादूगर का जादू अब पूरी तरह खत्म हो गया है, राहुल गांधी ने डीयू और गार्गी  कॉलेज की छात्राओं से की बात - News18 हिंदी

વિદ્યાર્થીનીઓએ પણ પોતાની વાત રજૂ કરી

રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓએ પણ ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે આજની મહિલા માત્ર સમાનતા જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગીદારીનો અધિકાર રાખે છે. વિદ્યાર્થીનીઓનું માનવું હતું કે જ્યાં સુધી અડધી વસ્તીને સંપૂર્ણ તક અને નેતૃત્વ આપવામાં નહીં આવે ત્યાં સુધી દેશની પ્રગતિ અધૂરી રહેશે.

New Delhi: Rahul Gandhi Interacts With DU Students #Gallery - Social News  XYZ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *