એટીએમ-ક્રેડિટ કાર્ડથી લઈને યુપીઆઈ સુધી… આજથી ૫ મોટા ફેરફાર

૦૧/-૫/૨૦૨૬ થી માત્ર નવો મહિનો જ શરૂ નથી થઈ રહ્યો, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્ત્વના નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્કિંગ વ્યવહારોથી લઈને રસોડાના બજેટ સુધી, સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકાયેલા આ નવા નિયમોની સીધી અસર તમારી જેબ પર પડવાની છે. આજથી લાગુ થયેલા આ ફેરફારોમાં ડિજિટલ પેમેન્ટ (યુપીઆઈ), એટીએમ માંથી રોકડ ઉપાડ, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ અને ગેસ સિલિન્ડરની કિંમતો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Rules Change From 1 May 2026; Commercial Cylinder Price Hike | Online  Gaming Rules

૧. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹૧૦૦૦ નો વધારો

HP का ₹3190 में मिलेगा, इंडेन ने ₹993 बढ़ाए; होटल-ढाबों, शादी के खाने का  खर्च बढ़ेगा

આ ફેરફારોમાં સૌથી મોટો ફટકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસાથે ૧૦૦૦ રૂપિયાનો ધરખમ વધારો ઝીંકીને આપવામાં આવ્યો છે. લગ્નની સીઝન અને બહાર ખાવાના શોખીનો માટે આ વધારો મુસીબત સાબિત થશે, કારણ કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત, ગેસ સિલિન્ડરની ડિલિવરી વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઓટીપી વગર સિલિન્ડર મળશે નહીં. ગ્રાહકોએ આ માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય રહેશે.

૨. એટીએમ માંથી રોકડ ઉપાડવી થઈ મોંઘી

New Limits On Cash Withdrawals Take Hold Across US Banks: Here's Why - AOL

એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે. હવે મહિનાની ફ્રી લિમિટ(પોતાની બેન્કમાં ૫ અને અન્ય બેન્કમાં ૩ ટ્રાન્ઝેક્શન) પૂર્ણ થયા બાદ, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ૨૧ રૂપિયાને બદલે ૨૩ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

૩. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે વધારાનું ઓથેન્ટિકેશન

No more UPI PIN? Pay up to ₹5,000 using fingerprint or Face ID with  biometric

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ રોકવા માટે યુપીઆઈ દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ્સ માટે હવે વધારાના સુરક્ષા સ્ટેપ્સ(પ્રમાણીકરણ) ઉમેરવામાં આવ્યા છે. આનાથી મોટા રકમના ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોએ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

૪. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જમાં ફેરફાર

Credit card rule change: SBI ক্রেডিট কার্ডের নিয়মে বদল, ১ মে থেকে বাড়বে  খরচ

એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. બેન્કે લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે, જેમાં ૧૦૦ થી ૫૦૦ રૂપિયાના બાકી લેણાં પર ૧૦૦ રૂપિયા અને ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીના બાકી પર ૫૦૦ રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત, બીપીસીએલ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટે હવે ૫૦ હજારના બદલે વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 

૫. હવાઈ ભાડામાં વધારાની ચિંતા ટળી

IndiGo: Has size bred arrogance?

Online Money Games Banned In India | New Gaming Rules 2026

ઓનલાઇન ગેમિંગ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ની રચના કરવાની જાહેરાત કરી છે. હવે જે ગેમ્સમાં પૈસાની લેવડદેવડ સામેલ હશે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી એજન્સીઓ આ વ્યવહારો પર નજર રાખશે. જોકે, એરલાઇન્સ સેક્ટર માટે રાહતના સમાચાર છે કારણ કે આ વખતે એટીએફ(હવાઈ ઇંધણ)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે વિમાન ભાડામાં વધારો થવાની શક્યતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *