દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો

તમિલનાડુ, પશ્ચિમ બંગાળ,  આસામ,  કેરલમ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં ક્યાંક સત્તાધારી પક્ષો પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા છે તો ક્યાંક નવા ચહેરાઓએ સ્થાપિત નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને તમિલનાડુમાં સુપર સ્ટાર વિજયની એન્ટ્રીએ દ્રવિડિયન રાજનીતિના સમીકરણો બદલી નાખ્યા છે, જ્યારે બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની રસાકસી નિર્ણાયક તબક્કે પહોંચી છે. આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો જળવાય છે કે કેમ અને કેરલમમાં ડાબેરી કિલ્લો અકબંધ છે કે નહીં, તેના પર સમગ્ર દેશની નજર છે. 

Bengal Election, Tamil Nadu Election, Kerala Election, Assam Election:  Election Dates Announcement Today, Poll Panel Press Conference At 4 pm

શરૂઆતી વલણો મુજબ, ક્યાંક સત્તાધારી પક્ષોનો દબદબો છે તો ક્યાંક પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. પાંચેય રાજ્યોમાં કયો સ્ટાર કેન્ડીડેટ આગળ છે અને કોણ પાછળ, તેની વિગતો નીચે મુજબ છે:

Assembly Election Results 2026: Assembly election results 2026: A defining  test for BJP, Congress and regional satraps | India News - The Times of  India

ઉમેદવાર

બેઠક

પક્ષ

પક્ષ

મમતા બેનરજી

ભવાનીપુર

ટીએમસી

પાછળ

સુવેન્દુ અધિકારી

ભવાનીપુર

ભાજપ

આગળ

સુવેન્દુ અધિકારી

નંદીગ્રામ

ભાજપ

આગળ

અધીર રંજન ચૌધરી

બહરામપુર

કોંગ્રેસ

પાછળ

જોસેફ વિજય

પેરામબુર

ટીવીકે

આગળ

ઉદયનિધિ સ્ટાલિન

ચેપોક-તિરુવલ્લીકેણી

ડીએમકે

પાછળ

એડપ્પડી પલાનીસ્વામી

એડપ્પડી

એડીએમકે

આગળ

એમ કે સ્ટાલિન

કોલાથુર

ડીએમકે

પાછળ

હિમંત બિસ્વા સરમા

જાલુકબારી

ભાજપ

આગળ

ગૌરવ ગોગોઈ

જોરહાટ

કોંગ્રેસ

પાછળ

પિનારાઈ વિજયન

ધર્મદમ

સીપીએમ

પાછળ

વી.ડી. સતીશન

પરાવુર

કોંગ્રેસ

આગળ

એન. રંગાસામી

થટ્ટનચાવડી

AINRC

આગળ

kerala election results 2021: Assembly Election Results 2021 Highlights:  TMC, DMK, LDF register big wins; BJP+ in Assam & Puducherry - The Economic  Times

૧. તમિલનાડુ

તમિલનાડુમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં સિનેમાના સુપર સ્ટારની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

– જોસેફ વિજય (ટીવીકે): આ ચૂંટણીના સૌથી મોટા સ્ટાર ઉમેદવાર. તેમણે પોતાની નવી પાર્ટી સાથે રાજકીય એન્ટ્રી કરી.

– એમ.કે. સ્ટાલિન (ડીએમકે): વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકેના મુખ્ય ચહેરો.

– એડપ્પડી કે. પલાનીસ્વામી (એઆઈએડીએમકે): અન્નાદ્રમુકના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય ચહેરો.

– ઉદયનિધિ સ્ટાલિન (ડીએમકે): યુવા નેતા અને મંત્રી, જેમના પર ભવિષ્યના નેતૃત્વની જવાબદારી છે.

૨. પશ્ચિમ બંગાળ

બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી.

– મમતા બેનર્જી (ટીએમસી): ભવાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો.

– સુવેન્દુ અધિકારી (બીજેપી): ભાજપના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના પ્રમુખ ચહેરો.

૩. આસામ

આસામમાં ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે મેદાનમાં હતું.

– હિમંતા બિસ્વા સરમા (બીજેપી): આસામના મુખ્યમંત્રી અને ઉત્તર-પૂર્વના સૌથી પ્રભાવશાળી નેતા.

– ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ): કોંગ્રેસના મુખ્ય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર.

૪. કેરલમ

કેરલમમાં પરંપરાગત રીતે LDF અને UDF વચ્ચે મુકાબલો રહ્યો હતો.

– પિનારાઈ વિજયન (સીપીઆઈ-એમ): વર્તમાન મુખ્યમંત્રી અને ડાબેરી મોરચાના મજબૂત નેતા.

– વી. ડી. સતીશન (કોંગ્રેસ): કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય અવાજ.

૫. પુડુચેરી

પુડુચેરીમાં સ્થાનિક ગઠબંધન અને કેન્દ્રશાસિત પ્રદેશના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.

– એન. રંગાસામી (એકઆઈએનઆરસી): વર્તમાન મુખ્યમંત્રી અને પ્રાદેશિક ગઠબંધનના નેતા.

Elections Bengal Tamil Nadu Kerala Assam. Check dates poll schedule and  results - India Today

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *