હવે ‘વંદે માતરમ’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો

Vande Mataram on Make a GIF

‘વંદે માતરમ’ નું અપમાન કરનારને જેલ…

હવે 'વંદે માતરમ'ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ... કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય 1 - image

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ’ને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓએ બંગાળમાં ભાજપની જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

Operation Sindoor

કેબિનેટની બેઠકમાં સરકારે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ’ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય ગુનો માનવામાં આવશે. સંજ્ઞેય એટલે કે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે.

National Anthem Guideline: Vande Mataram Mandate | Center Issues New Rules

વર્તમાન કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી ‘વંદે માતરમ’ને પણ આ જ દાયરામાં સામેલ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશ હાલમાં આ ગીતની ૧૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે.

Events Detail | MYBharat

વર્તમાન કાયદા અનુસાર જે વ્યક્તિ રાષ્ટ્રગાનના ગાનમાં જાણીજોઈને અવરોધ ઊભો કરે છે, તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વખત ગુનો કરવા બદલ ઓછામાં ઓછી એક વર્ષની જેલની જોગવાઈ છે. હવે રાષ્ટ્રીય ગીતને પણ આ જ કાયદાકીય દાયરામાં લાવવામાં આવી રહ્યું છે, જેથી તેની ગરિમા જળવાઈ રહે. અગાઉ ૨૦૦૫ માં કાયદામાં સુધારો કરીને ત્રિરંગાના અપમાનજનક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

vande mataram jai hind gif – Trending GIF on GifVif

વંદે માતરમને રાષ્ટ્રગાનની સમાન દરજ્જો આપવાની માંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં ‘વંદે માતરમ’ની ૧૫૦ મી વર્ષગાંઠ પર આયોજિત એક વિશેષ ચર્ચા દરમિયાન ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *