મોંઘવારીમાં રાહત!

અમેરિકા-ઈરાન વિવાદના કારણે છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અટકળો ચાલી રહી હતી. વિવાદના કારણે શેર માર્કેટ અને સોના-ચાંદીના ભાવ પણ ગગડતા રહ્યા હતા. એટલું જ નહીં મોંઘવારીએ પણ માઝા મૂકી હતી. જોકે હવે ભારત સહિત વિશ્વભરના નાગરિકો અને શેર માર્કેટ માટે આજે ૬ઠ્ઠી મે મોટી રાહત લઈને આવ્યું છે. વાસ્તવમાં પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાના અહેવાલો સામે આવ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો અને શેર માર્કેટમાં અચાનક તેજી આવી છે. ખાસ વાત એ છે કે, સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 

Gold, oil prices jump as US-Iran tensions turn up the heat - The Times of  India

અમેરિકા અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર રાજી થવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે વૈશ્વિક માર્કેટને મોટી રાહત મળી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં છ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ઓપેક દેશો અને યુએઈ એ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન વધારવાની જાહેરાત કરી છે.

The Waterway That Might Trigger a Global Conflict

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી વિશ્વમાં મોંઘવારી ઘટી શકે છે. ખાસ કરીને ભારતમાં સૌથી વધુ રાહત મળી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતમાં ૮૦ % ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો ક્રૂડની કિંમતો વધે તો નાણાં વધુ ચૂકવવા પડે છે અને ઘટે તો આર્થિક રાહત મળે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધુ હોવાથી ભારતીય એવિએશન સહિત અનેક સેક્ટરો પર કિંમત વધારવાનું દબાણ વધી જાય છે.

Rupee gains 25 paise against dollar on easing oil prices - CNBC TV18

ઈરાન-અમેરિકા વચ્ચે ખતમ થતો વિવાદ અને ઓપેક દેશો તેમજ યુએઈએ ઓઇલ પ્રોડક્શન સતત વધારવાની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં વઘાટો થઈ રહ્યો છે. હાલ બ્રેંટ ક્રૂડ ૭ % ઘટીને ૧૦૨.૫૧ ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

Why WTI Crude Oil price makes everyone panic lately?

જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાનું જોખમ વધી ગયું હતું. જોકે હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા ઘટી ગઈ છે. જો ઈરાન-અમેરિકા વચ્ચેનો વિવાદ ખતમ થશે તો હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય સંપૂર્ણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલથી લઈને એલપીજી માં સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *