INDIA ગઠબંધનમાં ભંગાણ

કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા ડીએમકે લાલઘૂમ

INDIA Bloc Crisis

રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (ટીવીકે) સાથે હાથ મિલાવતા ડીએમકે નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને ડીએમકે એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે.

Election Commission to decide on AIADMK symbol - The Statesman

ડીએમકે ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં ડીએમકે સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવામાં આવે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે ‘બદલાયેલા રાજકીય સંજોગો’ અને ‘કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત’ આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. કનિમોઝીએ જણાવ્યું છે કે હવે કોંગ્રેસની બાજુમાં બેસવું યોગ્ય નથી, તેથી ડીએમકે ના ૨૨ સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ ગૃહમાં પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે.

It's Official: TVK Vijay Gets Congress Support | It's Official: TVK Vijay  Gets Congress Support

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે દિવસ પહેલા કોંગ્રેસે તમિલનાડુમાં સત્તા મેળવવાના હેતુથી ડીએમકે ને છોડીને વિજયની પાર્ટી ટીવીકે સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો. ડીએમકે ના નેતાઓએ આ પગલાને ‘પીઠમાં છરો ભોંકવા’ સમાન ગણાવ્યું છે. આ ઘટનાક્રમ બાદ INDIA ગઠબંધનના અન્ય પક્ષોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ તેને રાજકીય રણનીતિ કહી રહ્યા છે, તો કેટલાક તેને વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે.

SPs Akhilesh Yadav Blames Yogi Govt for Noida Engineers Death | Lucknow

ગઠબંધનમાં પડી રહેલી તિરાડો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા લોકોમાંથી નથી જે મુશ્કેલ સમયમાં સાથીઓને છોડી દે છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અખિલેશનું આ નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ઘટનાક્રમો સૂચવે છે કે INDIA ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી અને આગામી સમયમાં વિપક્ષી એકતા માટે મોટા પડકારો ઊભા થઈ શકે છે.

INDIA meeting on monsoon session on July 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *