જનતાને ઝટકો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹ ૩-૩ સુધીનો તોતિંગ વધારો…

હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર | Home Loan EMI Calculator | હોમ લોન EMI  કેલ્ક્યુલેટર ઓનલાઇન

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર, ૧૫ મે ૨૦૨૬ થી અમલમાં આવી ગઈ છે.

સામાન્ય જનતાને મોટી રાહત: સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો  ધરખમ ઘટાડો; જાણો હવે કેટલા ઘટશે ઈંધણના ભાવ? | Petrol And Diesel Prices Cut  in India ...

મુખ્ય શહેરોમાં પેટ્રોલના નવા ભાવ:

વિવિધ મેટ્રો શહેરોમાં પ્રતિ લિટર આશરે ₹ ૨.૮૦ થી ₹ ૩.૩૦ સુધીનો વધારો થયો છે:

દિલ્હી: ₹ ૯૭.૭૭ (₹ ૩ નો વધારો)

કોલકાતા: ₹ ૧૦૮.૭૪ (₹ ૩.૨૯ નો વધારો)

મુંબઈ: ₹ ૧૦૬.૬૮ (₹ ૩.૧૪ નો વધારો)

ચેન્નાઈ: ₹ ૧૦૩.૬૭ (₹ ૨.૮૩ નો વધારો)

બસ એક જ દિવસની ખુશી? આજે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વળી પાછા વધ્યા,  MP-રાજસ્થાનમાં તો ઘટ્યા - gujarat petrol diesel price increase on 10th  january 2024 while mp rajasthan cut ...

ડીઝલના ભાવમાં પણ ઉછાળો

ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે:

દિલ્હી: ₹ ૯૦.૬૭ પ્રતિ લિટર

કોલકાતા: ₹ ૯૫.૧૩ પ્રતિ લિટર

મુંબઈ: ₹ ૯૩.૧૪ પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹ ૯૫.૨૫ પ્રતિ લિટર

26 Questions People From India Are Sick Of Answering

લોકોમાં ગભરાટ 

છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ફેલાઈ રહી હતી કે ભાવમાં ₹ ૧૫ થી ₹ ૨૦ સુધીનો વધારો થઈ શકે છે. આ ડરને કારણે ગુજરાત, હરિયાણા, દિલ્હી અને બિહાર સહિતના રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકીને ઇંધણ બચાવવા અપીલ કરી હતી, જે ભાવ વધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *