ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય !

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર ૨૦ % સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જોકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ ૩૦ % સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે અગાઉ ૧૫ મે-૨૦૨૬ ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી બીઆઈએસ એ પેટ્રોલમાં ૨૦ % ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે ૨૨, ૨૫, ૨૭ અને ૩૦ % સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.

આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા નિર્ણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની નિર્ભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે. ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન (એઆઈડીએ)ને પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

એઆઈડીએ એ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. એઆઈડીએ ના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘બીઆઈએસ દ્વારા ઇ૨૨ થી ઇ૩૦ ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ નિર્ણય આવનારા સમયમાં ભારતની ઉર્જા સુરક્ષા વધારશે.

