પીએમ મોદીએ ઈટલીના પીએમ મેલોનીને ગિફ્ટ કરી ‘મેલોડી’ ચોકલેટ

ઇટાલીની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી’ ચોકલેટ ભેટમાં આપી હતી આ વીડિયો  ઇટાલિયન પીએમએ પોતે ‘X’ પર શેર કર્યુ છે. પીએમ મોદીએ આપેલી આ ભેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

PM Modi Italy Visit: Bilateral Meet With Giorgia Meloni | Trade & Investment Focus

જ્યોર્જિયા મેલોની દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, તે કહેતી સંભળાય છે કે, “વડાપ્રધાન મોદીએ મને ખૂબ જ સરસ ભેટ આપી છે, જે ખૂબ જ સારી ચોકલેટ છે.” આ પછી, પીએમ  મોદી પોતે “મેલોડી” કહે છે, જેના પછી બંને નેતાઓ હસતા જોવા મળે છે.

Modi Gifts Meloni A Melody, Sweet Diplomacy With An Indian Twist | Watch Video

અગાઉ, પીએમ મોદી જ્યોર્જિયા મેલોની સાથે રાત્રિભોજન પર મળ્યા હતા, ત્યારબાદ બંને નેતાઓએ કોલોઝિયમની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ એક જ કારમાં સાથે મુસાફરી કરી હતી – જે દર્શાવે છે કે, ફરી એકવાર, પીએમ મોદીએ ઇટાલી સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે “કાર ડિપ્લોમસી”નો ઉપયોગ કર્યો.

Image

PM Modi Italy Visit: Bilateral Meet With Giorgia Meloni On Trade &  Investment

‘X’ પર એક ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું: “રોમ પહોંચ્યા પછી, મને રાત્રિભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી, ત્યારબાદ અમે પ્રતિષ્ઠિત કોલોસીયમની મુલાકાત લીધી. અમે વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. હું આજે આપણી વાતચીત માટે આતુર છું, જે દરમિયાન આપણે ભારત-ઇટાલી મિત્રતાને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરવાનું ચાલુ રાખીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *